• ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી બીજી ટી20 મેચ રમાય હતી
  • રિંકુ સિંહે પોતાના પાવર હીટિંગથી બધા ઈમ્પ્રેસ થઈ ગયા
  • રિંકુ સિંહે 218.18ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચોની ટી20 સિરીઝની બીજી મેચ હરારેમાં રમાઈ હતી. આ મેચમાં ભારતે 100 રનથી મોટી જીત મેળવી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ પોતાની તાકાત બતાવી હતી. પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 234 રન બનાવ્યા હતા. ભારત તરફથી અભિષેક શર્માએ શાનદાર સદી ફટકારી હતી. પરંતુ આ મેચના અંતે રિંકુ સિંહની સફળતા જોવા મળી હતી. તેની ઈનિંગ દરમિયાન તેને સિક્સર ફટકારી હતી જે મેદાનની બહાર ગઈ હતી.

રિંકુ સિંહે બતાવી પોતાની તાકાત

રિંકુ સિંહે આજની મેચમાં પોતાના પાવર હીટિંગનું ઉદાહરણ રજૂ કર્યું હતું. ભારતની 19મી ઈનિંગમાં મુજરબાની બોલિંગ કરવા આવ્યો હતો. આ ઓવરના બીજા બોલ પર રિંકુ સિંહે લોંગ ઓફ તરફ હવામાં શોટ રમ્યો અને બોલ સ્ટેડિયમની બહાર એક ઝાડ પર પડ્યો. તેને 104 મીટર લાંબી સિક્સ ફટકારી હતી.

ઈનિંગ્સમાં 5 સિક્સર ફટકારી

રિંકુ સિંહે બીજી ટી20માં માત્ર 22 બોલમાં 48 રનની ઈનિંગ રમી હતી. પોતાની ઈનિંગ દરમિયાન તેને 5 સિક્સ અને 2 ફોર ફટકારી હતી. આ ઈનિંગ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 218.18 હતો. તેની ઈનિંગ્સના કારણે ટીમ ઈન્ડિયાએ છેલ્લી ઓવરોમાં ઝડપથી રન બનાવ્યા.

 

સિરીઝમાં 1-1ની બરાબરી

ભારતે ઝિમ્બાબ્વે સામે બીજી ટી20માં જીત મેળવી હતી. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ પાંચ મેચોની સિરીઝ 1-1થી બરાબર કરી લીધી છે. પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 234 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની આખી ટીમ 134 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

Image - X

  • Follow us on: