- શ્વસન માર્ગના ચેપને કારણે ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકર ટીમથી બહાર
- પૂજાના રિપ્લેસમેન્ટ તરીકે સ્નેહ રાણાનો ટીમમાં સમાવેશ
- કેપ્ટન હરમનપ્રીત કૌર, સ્પિનર રાધા યાદવની ફિટનેસને લઈ સસ્પેન્સ
આજે મહિલા T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેના મુકાબલા પહેલા ટીમ ઇન્ડિયાનો મુશ્કેલીઓ વધી ગઈ છે. સ્ટાર ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકર શ્વસન માર્ગના ચેપને કારણે આજની મેચમાંથી બહાર થઈ ગઈ છે.

પૂજાના સ્થાને સ્નેહ રાણાનો ટીમમાં સમાવેશ
ફાસ્ટ બોલર પૂજા વસ્ત્રાકર શ્વસન માર્ગના ચેપને કારણે સેમિ ફાઈનલમાંથી બહાર થઇ ગઈ છે અને તેની જગ્યાએ સ્નેહ રાણાનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023ની ઇવેન્ટ ટેકનિકલ કમિટીએ આની મંજૂરી આપી દીધી છે. BCCIએ ટ્વિટર પર આ અંગે માહિતી આપી હતી.
કેપ્ટન હરમનપ્રીત કૌર બીમાર
સેમિફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયાની કપ્તાન હરમનપ્રીત કૌર પણ પૂજા વસ્ત્રાકરની સાથે બીમાર થઇ હતી અને બંને ખેલાડીઓને મેચની પૂર્વ સંધ્યાએ સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જોકે સાંજે તેમને રજા આપવામાં આવી હતી. જેમાં પૂજા આજની મેચમાંથી બહાર થઇ ગઈ છે જ્યારે હરમનપ્રીત કૌરના રમવા અંગે સસ્પેન્સ યથવાત છે અને તેના રમવા અંગે મેચા પહેલા નિર્ણય લેવામાં આવશે.

સ્પિનર રાધા યાદવના રમવા અંગે સસ્પેન્સ
પૂજા અને હરમનપ્રીતની સાથે ડાબોડી સ્પિનર રાધા યાદવને ફિટનેસ સંબંધિત સમસ્યાઓ છે. ભારત પહેલાથી જ આજની મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારવા ફેવરિટ માની રહ્યું છે, આવી સ્થિતિમાં ખેલાડીઓની તબિયત બદલતા ટીમ ઈન્ડિયાને ફટકો પડ્યો છે.