- ભારતે પહેલી ઈનિંગમાં બનાવ્યો 404/10 નો સ્કોર
- બાંગ્લાદેશે પહેલી ઈનિંગમાં બનાવ્યો 150/10નો સ્કોર
- બીજી ઈનિંગમાં ભારત 258/2, બાંગ્લાદેશના 324 રન
- બાંગ્લાદેશે બનાવ્યા 324 રન , ભારત 188 રનથી જીત્યું
પહેલી ટેસ્ટ મેચના પાંચમા દિવસે બાંગ્લાદેશે બીજી ઈનિંગનો દાવ શરૂ કર્યો હતો. આ સમયે ટીમ ઈન્ડિયાએ ઝડપથી 4 વિકેટ ઝડપી. ભારત -બાંગ્લાદેશ વચ્ચેની ચટગાવની ટેસ્ટ મેચમાં ભારતે 188 રનથી જીત મેળવી છે. બાંગ્લાદેશને જીત માટે 513 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. પરંતુ તે ટીમ 324 રનમાં ઓલઆઉટ થઈ હતી. આ સાથે ભારતે આ સીરીઝમાં 1-0ની લીડ મેળવી છે. ભારતના અક્ષર પટેલે બીજી ઈનિંગમાં 4 અને કુલદીપ યાદવે 3 વિકેટ લીધી હતી.
112 ઓવરમાં બાંગ્લાદેશનો સ્કોર 324/9, ભારત જીતથી 1 વિકેટ દૂર
110 ઓવરમાં બાંગ્લાદેશનો સ્કોર 316/7, ભારત સામે જીત માટે 197 રન જરૂરી
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ચટગાંવમાં રમાઈ રહી છે. મેચના ચોથા દિવસે રવિવારે ભારતને જીતવા માટે 4 વિકેટની જરૂર છે. બીજી તરફ બાંગ્લાદેશને જીતવા માટે હજુ 241 રન બનાવવાના છે. તેણે 6 વિકેટ ગુમાવી દીધી છે. બાંગ્લાદેશે બીજા દાવમાં 272 રન બનાવ્યા છે. કેપ્ટન શાકિબ અલ હસન મેચના ચોથા દિવસ સુધી 40 રન બનાવીને અણનમ રહ્યો હતો. બીજી તરફ મેહદી હસન 9 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારત તરફથી અક્ષર પટેલે બીજી ઇનિંગમાં 3 વિકેટ ઝડપી હતી.
પૂજારા અને ગિલે બનાવી હતી સદી
આ ટેસ્ટ મેચમાં ભારતે પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધી 404 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં ચેતેશ્વર પૂજારાએ 90 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે જ શ્રેયસ અય્યરે 86 રનનું યોગદાન આપ્યું હતું. ભારતે 2 વિકેટ ગુમાવીને 258 રન બનાવીને બીજો દાવ ડિકલેર કર્યો હતો. જેમાં શુભમન ગિલે સદી ફટકારતા 110 રન બનાવ્યા હતા. તેણે 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તો પૂજારા 102 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 130 બોલનો સામનો કર્યો અને 13 ચોગ્ગા ફટકાર્યા.
બાંગ્લાદેશની ટીમ પ્રથમ ઈનિંગમાં 150 રનના સ્કોર પર ઓલઆઉટ
ટીમ ઈન્ડિયાએ આપેલા ટાર્ગેટ પર બાંગ્લાદેશની ટીમ પ્રથમ દાવમાં માત્ર 150 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન ભારત તરફથી કુલદીપ યાદવે 5 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજને 3 વિકેટ મળી હતી. આ પછી ટીમ બીજી ઈનિંગ રમવા મેદાનમાં ઉતરી. મેચના ચોથા દિવસના અંતે બાંગ્લાદેશે બીજા દાવમાં 6 વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યા હતા. હવે મેહદી અને શાકિબ પાંચમા દિવસે ઈનિંગની આગેવાની કરશે.
આવું રહ્યું અત્યાર સુધીનું સ્કોરબોર્ડ
ભારત પ્રથમ દાવ - 404/10 (133.5) (ચેતેશ્વર પૂજારા - 90 રન)
બાંગ્લાદેશ પ્રથમ દાવ - 150/10 (55.5) (મુશફિકુર રહીમ - 28 રન)
ભારત બીજી ઈનિંગ્સ - 258/2 જાહેર (61.4) (શુભમન ગિલ - 110 રન)
બાંગ્લાદેશનો બીજો દાવ હજુ ચાલુ - ચોથા દિવસે સ્કોર 271/6 - ઓવર 102