• 5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડકપની થશે શરૂઆત
  • વર્લ્ડકપ પહેલાં ભારત-નેધરલેન્ડ વચ્ચે વોર્મઅપ મેચ
  • ભારતની પ્રથમ વોર્મઅપ મેચ રદ થઈ હતી

ભારત અને નેધરલેન્ડ વચ્ચે રમાનારી વોર્મઅપ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. આ અગાઉ ભારત અને ઈંગ્લેન્ડન વચ્ચે રમાયેલી મેચ પણ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. આ મેચમાં ટોસ બાદ રમત થઈ શકી નહતી, જ્યારે આજની મેચમાં ટોસ પણ થઈ શક્યો નથી. જેથી ભારતીય ટીમ વોર્મઅપ મેચ રમ્યા વિના સીધી વર્લ્ડકપ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશેે.


ભારત અને નેધરલેન્ડ વચ્ચે રમાનારી વોર્મઅપ મેચ પહેલાં તિરુવનંતરપુરમમાં વરસાદ આવ્યો છે. જેથી ટોસ મોડો થશે. ઉલ્લેખનીય છે કે, ભારત પોતાની પ્રથમ વોર્મઅપ મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમવાનું હતું. જો કે, વરસાદના કારણે તે મેચ પણ રદ થઈ હતી

વર્લ્ડકપ 2023 પહેલાં તમામ દેશની ટીમ વોર્મઅપ મેચ રમી રહી છે, ત્યારે આજે ભારત અને નેધરલેન્ડ વચ્ચે વોર્મઅપ મેચ રમવામાં આવશે. મેચ તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે શરૂ થશે. આ મેચમાં વર્લ્ડકપ પહેલાં ખેલાડીઓ પાસે ફોર્મમાં આવવાની તક મળશે. ભારતીય ટીમ પોતાની પ્રથમ વોર્મઅપ મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમવાની હતી. જો કે, આ મેચ વરસાદના કારણે રદ થઈ હતી. જેથી હવે ટીમ ઈન્ડિયા પાસે 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ રમ્યા પહેલાં પોતાનું ફોર્મ પરત લાવવાની છેલ્લી તક છે.

ક્યાં જોઈ શકાશે મેચ?

ભારત અને નેધરલેન્ડ વચ્ચેની મેચ ટીવીમાં સ્ટાર સ્પોર્ટ્સના ચેનલ સ્ટાર સ્પોર્ટ્સ, સ્ટાર સ્પોર્ટ્સ એચડી-1 અને સ્ટાર સ્પોર્ટ્સ એચડી 2 પર લાઈવ પ્રસારણ થશે. સાથે OTT પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમિંગ ડિઝ્ની પ્લસ હોટસ્ટારમાં જોવા મળશે. વર્લ્ડકપની તમામ મેચ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર ફ્રીમાં જોવા મળશે. આજની મેચ માટે ટોસ બપોરે 1.30 કલાક કરવામાં આવશે. સાથે મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે.

પિચ રિપોર્ટ

ગ્રીનફીલ્ડ સ્ટેડિયમની પિચની વાત કરવામાં આવે તો, અહીં બોલર અને બેટ્સમેન બંને શાનદાર પ્રદર્શન કરી શકે છે. બોલર અહીં નવી બોલથી સ્વિંગ કરી શકે છે, તો બેટ્સમેન ફોર અને સિક્સ સાથે રન બનાવી શકે છે. આ પિચ પર સ્પિન બોલર્સને પણ મિડલ ઓવરમાં મદદ મળે છે. આ પિચનો એવરેજ સ્કોર 247 રન છે.

વરસાદ બની શકે વિઘ્ન

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વોર્મઅપ મેચ રમાવાની હતી. જો કે, આ મેચ વરસાદના કારણે થઈ શકી નહતી. ટોસ થયા બાદ વરસાદ શરૂ થયો હતો. જેથી મેચને શરૂ કર્યા પહેલાં જ રદ કરવી પડી હતી, ત્યારે ફરી હવામાન વિભાગે ભારત અને નેધલેન્ડ વચ્ચે થનારી વોર્મઅપ મેચમાં પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે તિરુવનંતપુરમમાં 90 ટકા વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

તિરુવનંતપુરમમાં 2 મેચ કરાઈ રદ

તિરુવનંતપુરમમાં ગત 2 મેચ વરસાદના કારણે રદ થઈ છે. સાઉથ આફ્રિકા-અફઘાનિસ્તાન મેચ ટોસ થયા વિના રદ કરવામાં આવી હતી. સાથે બીજી વોર્મઅપ મેચ ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વચ્ચે રમવામાં આવી હતી. વરસાદના કારણે આ મેચમાં ઓવર ઘટાડવામાં આવી હતી. જો કે, આ મેચ પણ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી.

ભારત-નેધરલેન્ડ હેડ ટૂ હેડ

ભારત અને નેધરલેન્ડ વચ્ચે અત્યાર સુધી 2 વનડે મેચ રમવામાં આવી છે. પ્રથમ વનડે મેચ ફેબ્રુઆરી 2003માં રમવામાં આવી હતી. જેમાં ટીમ ઈન્ડિયાની 68 રને જીત થઈ હતી, જ્યારે બીજી અને છેલ્લી વનડે મેચ માર્ચ 2011માં રમવામાં આવી હતી. આ મેચમાં ભારતીય ટીમની 5 વિકેટે જીત થઈ હતી. આ મેચ દિલ્લીમાં રમવામાં આવી હતી. હવે 12 વર્ષ બાદ બંને ટીમ વનડે ફોર્મેટમાં આમને-સામને આવી રહી છે.

વર્લ્ડકપ માટે બંને દેશની ટીમ-

ભારત- રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ(વિકેટકીપર), શ્રેયસ અય્યર, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, આર.અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ, મોહમ્મદ શમી, સૂર્યકુમાર યાદવ

નેધરલેન્ડઃ સ્કોલ એડવર્ડ્સ(કેપ્ટન), મેક્સ ઓ'ડોડ, બાસ ડી લીડે, વિક્રમ સિંહ, તેજા નિદામનુરૂ, પોલ વેન મીકેરેન, કોલિન એકરમેન, રૂલોફ વેન ડેર મેખે, લોગાન વેન બીક, આર્યન દત્ત, રયાન ક્લેન, વેસ્લે બર્રેસી, સાકિબ ઝુલ્ફિકાર, શારિઝ અહમદ, સાઈબ્રાંડ એંગેલબ્રેક્ટ

  • Follow us on: