- ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે ટી20 સિરીઝની પહેલી મેચ 27 જુલાઈના રોજ પલ્લેકેલેમાં રમાશે
- આ મેચ દરમિયાન હવામાન કેવું રહેશે
- ભારતીય સમય અનુસાર આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે
ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ પર છે. જ્યાં ટીમ ઈન્ડિયા 27 જુલાઈથી ત્રણ મેચની ટી20 સિરીઝ રમશે. આ સિરીઝ બાદ ટીમ ત્રણ મેચની વનડે સિરીઝ રમશે. શનિવારે રમાનારી ટી20 સિરીઝની પહેલી મેચ માટે બંને ટીમોએ તૈયારી કરી લીધી છે. આ મેચ શ્રીલંકાના પલ્લેકેલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.
ટીમ ઈન્ડિયાની કમાન સૂર્યકુમાર યાદવ સંભાળશે, જ્યારે શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાના હાથમાં રહેશે. મુખ્ય કોચ તરીકે અનુભવી ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરની આ પહેલી સિરીઝ હશે. તેથી આ મેચ ઘણી રીતે ખાસ રહેશે. તમને જણાવી દઈએ કે પહેલી મેચ દરમિયાન પલ્લેકેલેમાં હવામાન કેવું રહેશે.
પલ્લેકેલેમાં હવામાન કેવું રહેશે?
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ સાંજે 6 વાગ્યે તોફાન આવી શકે છે. જ્યારે આકાશમાં 100 ટકા વાદળછાયું રહેવાની શક્યતા છે. રાત્રે 11 વાગ્યા સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ દરમિયાન વરસાદની પણ શક્યતા છે. લગભગ 3 કલાક સુધી વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે.
જો વરસાદને કારણે મેચ રદ્દ થાય તો?
વરસાદના મામલામાં મેચ કેટલા સમય સુધીમાં પૂર્ણ થઈ શકે છે તે જોવામાં આવશે. શક્ય છે કે 10-10 ઓવરની મેચનું આયોજન કરવામાં આવે. જો વરસાદના કારણે મેચ રદ્દ થશે તો મેચ ડ્રો થઈ જશે. આ પછી બંને ટીમો વચ્ચે માત્ર બે મેચ જ બાકી રહેશે. તમામ મેચ પલ્લેકેલેમાં સાંજે 7 વાગ્યાથી રમાશે.
ટીમ ઈન્ડિયા દબદબો
ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધી રમાયેલી મેચોમાં હંમેશા ટીમ ઈન્ડિયાનો જ દબદબો રહ્યો છે. બંને ટીમો વચ્ચે 29 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 19 અને શ્રીલંકાએ 9માં જીત મેળવી છે. એક મેચ ડ્રો રહી હતી. તમને જણાવી દઈએ કે શ્રીલંકાને નુવાન તુશારા અને દુષ્મંથા ચમીરાના રૂપમાં મોટો ઝટકો લાગ્યો છે. તેમના સ્થાને દિલશાન મદુશંકા અને અસિથા ફર્નાન્ડોને સામેલ કરવામાં આવ્યા છે.
ભારતની ટી20 ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, રિયાન પરાગ, અક્ષર પટેલ, સંજુ સેમસન (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ ખલીલ, અર્શદીપ સિંહ.
શ્રીલંકાની ટી20 ટીમ
ચરિથ અસલંકા (કેપ્ટન), પથુમ નિસાંકા, કુસલ પરેરા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ, દિનેશ ચાંદીમલ, કામિન્દુ મેન્ડિસ, દાસુન શનાકા, વાનિન્દુ હસરાંગા, દુનિથ વેલ્લાલાઘે, મહેશ થીક્ષાના, ચામિંદુ વિક્રમાસિંઘે, મથીશા પથિરાના, દુષ્મંથા ચમીરા, બિનુરા ફર્નાડો.