• ભારત-બાંગ્લાદેશ વનડે સીરિઝ ડ્રો
  • બંને ટીમ 1-1 મેચ જીતવામાં સફળ રહી
  • બંને દેશ વચ્ચે 3 વનડે સીરિઝ રમાઈ

મહિલા ક્રિકેટમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમવામાં આવેલી 3 મેચની વનડે સીરિઝનો છેલ્લી મેચ ડ્રો થઈ છે. સીરિઝની આ છેલ્લી મેચ રોમાંચક હતી, પરંતુ ડ્રો થયો છે. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરીને ભારતને 225 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે બાદ જવાબમાં ભારતીય ટીમ 225 રન જ બનાવી શકી. ભારત માટે હરલીન દેઓલે 77 રનની ઈનિંગ રમી હતી, જ્યારે સ્નેહ રાણાએ 2 વિકેટ લીધી હતી. આ સીરિઝની પ્રથમ મેચમાં બાંગ્લાદેશ અને બીજી મેચમાં ભારતની જીત થઈ હતી.

હરલીન દેઓલે બનાવ્યા સૌથી વધુ રન

બાંગ્લાદેશના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા ઓપનિંગ કરવા આવી હતી. મંધાનાએ 85 બોલમાં 59 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે 4 ફોર ફટકાર્યા હતા. બીજી તરફ શેફાલી 3 બોલમાં 4 રન બનાવી આઉટ થઈ હતી, જ્યારે હરલીન દેઓલે 77 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેમણે 108 બોલ રમીને 77 રન બનાવ્યા હતા. જેમાં તેમણે 9 ફોર ફટકાર્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌર આજના મેચમાં કાંઈ ખાસ પ્રદર્શન કરી શકી નહોતી. તે માત્ર 14 રન બનાવીને આઉટ થઈ હતી

2 ખેલાડી શૂન્યમાં આઉટ

દીપ્તિ શર્મા માત્ર 1 રન બનાવી શકી હતી અને અમનજોત કૌરે માત્ર 10 રન બનાવ્યા હતા. સ્નેહ રાણા અને દેવિકા વૈદ્ય તો ખાતું પણ ખોલાવી શકી નહતી. જેમિમાહ રોડ્રિગ્ઝ અંત સુધી ક્રિઝ પર રહી હતી. તેમણે 45 બોલમાં અણનમ 33 રન બનાવ્યા હતા.

બાંગ્લાદેશે જીત્યો હતો ટોસ

બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં તેમણે 50 ઓવરમાં 4 વિકેટના નુકસાને 225 રન બનાવ્યા હતા. આ દરમિયાન ફરગાના હકે સદી ફટકારી હતી. તેમણે 160 બોલમાં 107 રન બનાવ્યા હતા, જ્યારે શમીમા સુલ્તાને 78 બોલનો સામનો કરીને 52 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશના કેપ્ટન નિગર સુલ્તાનાએ 36 બોલમાં 24 રન બનાવ્યા હતા, જ્યારે રિતુ મોનીએ 2 રન અને શોભનાએ અણનમ 23 રન બનાવ્યા હતા.

  • Follow us on: