• પેરિસ ઓલિમ્પિક 2024માં લક્ષ્ય સેનનું શાનદાર પ્રદર્શન
  • ઈન્ડોનેશિયાના ખેલાડી જોનાથન ક્રિસ્ટીને હરાવ્યો હતો
  • લક્ષ્ય સેને ખૂબ જ આક્રમક અભિગમ અપનાવ્યો હતો

ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને પેરિસ ઓલિમ્પિક 2024માં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે બુધવારે મેન્સ સિંગલ્સ ગ્રુપ પ્લે સ્ટેજની મેચમાં ઈન્ડોનેશિયાના ખેલાડી જોનાથન ક્રિસ્ટીને હરાવ્યો હતો. લક્ષ્યે આ મેચ દરમિયાન ભારતીય T20 ક્રિકેટ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવની યાદ અપાવી હતી. જોનાથન ક્રિસ્ટી સામેની મેચ દરમિયાન તેણે એક શોટ રમ્યો હતો જે ચર્ચામાં આવ્યો હતો. તેણે આ શોટમાં સૂર્યકપમાર યાદવની ટેકનિકનો ઉપયોગ કર્યો હતો.

લક્ષ્ય સેનમાં જોવા મળી સૂર્યાની ઝલક

ક્રિસ્ટી સામેની મેચ દરમિયાન લક્ષ્ય સેને ખૂબ જ આક્રમક અભિગમ અપનાવ્યો હતો. તેણે શોટ એવી રીતે ફટકાર્યો કે ક્રિસ્ટીએ ભાગ્યે જ તેના વિશે અનુમાન લગાવ્યું હશે. લક્ષ્યે 'બીહાઈન્ડ ધ બેક' શોટ રમ્યો હતો. ચપળતા બતાવીને તેણે પોતાનો હાથ પાછો લીધો અને ત્યાંથી શોટ રમ્યો હતો. ફેન્સને પણ લક્ષ્યની આ સ્ટાઇલ ઘણી પસંદ આવી. સૂર્યા તેની બેટિંગ દરમિયાન ઘણા પ્રકારના એનોખા શોટ્સ માટે ખૂબ પ્રખ્યાત છે. સૂર્યા સાથે આ જ સ્ટાઈલ રિષભ પંતમાં પણ જોવા મળે છે.

લક્ષ્યે ગ્રુપ સ્ટેજની મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેઓએ પ્રથમ ગેમ 21-18થી જીતી હતી. બીજી મેચમાં એકતરફી વિજય નોંધાયો હતો. લક્ષ્યે બીજી ગેમમાં ક્રિસ્ટીને 21-12થી હરાવ્યો હતો. આ રીતે તેણે શાનદાર જીત નોંધાવી હતી. લક્ષ્યે 27 જુલાઈએ તેની પ્રથમ મેચમાં કેવિન કોર્ડનને હરાવ્યો હતો. લક્ષ્યનો 21-8 અને 22-20થી વિજય થયો હતો.લક્ષ્યે છઠ્ઠી મેચમાં ત્રીજી વખત જોનાથન ક્રિસ્ટીને હરાવ્યો હતો.

ભારતને ઓલિમ્પિકમાં મળ્યા આટલા મેડલ

ભારતને પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ મળ્યા છે અને બંને બ્રોન્ઝ છે. મનુ ભાકરે મહિલા 10 મીટર એર પિસ્તોલમાં બ્રોનઝ મેડલ જીત્યો હતો. જ્યારે મનુ ભાકર અને સરોબજીત સિંહએ મિકસ્ડ 10 મીટર એર પિસ્તોલમાં મેડલ જીત્યો હતો.

  • Follow us on: