• 30 ઓગસ્ટે એશિયા કપની પ્રથમ મેચ
  • 18 સપ્ટેમ્બરે એશિયા કપની ફાઈનલ મેચ
  • ભારત પ્રથમ મેચ પાકિસ્તાન વિરુદ્ધ રમશે

એશિયા કપના શિડ્યૂલની જાહેરાત થઈ ચૂકી છે. આ ટુર્નામેન્ટ 30 ઓગસ્ટથી શરૂ થશે. પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે થશે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમીને કરશે. ભારત-પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે મેચ રમાશે, જ્યારે એશિયા કપની ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ ક્યા ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરશે, તે અંગે માહિતી સામે આવી છે.

આ ખેલાડીઓને ટીમમાં મળશે સ્થાન

એશિયા કપમાં ટીમ ઈન્ડિયા પોતાની સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરશે. મળતી માહિતી મુજબ, એશિયા કપ માટે ભારતીય ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી સીનિયર ખેલાડી હશે. આ ઉપરાંત ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ વાપસી કરશે. એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલ અને રોહિત શર્મા હોય શકે છે. આ ટીમના મિડલ ઓર્ડરમાં વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડી હશે.

હાર્દિક અને જાડેજા ટીમમાં હશે

એશિયા કપ માટે ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ ઓલરાઉન્ડર તરીકે રમશે. મળતી માહિતી મુજબ, ભારતીય ટીમ સ્પિનર તરીકે કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને સાથે રાખશે.

એશિયા કપ માટે સંભવિત ભારતીય ટીમ

રોહિત શર્મા, શુભમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, સંજૂ સેમસન, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, મુકેશ કુમાર અને યુઝવેન્દ્ર ચહલ.

  • Follow us on: