- કેએલ રાહુલ એશિયા કપમાં નહીં રમે
- શ્રેયસ અય્યર પણ એશિયા કપમાં નહીં રમે
- મિડલ ઓર્ડર બેટિંગમાં સર્જાઈ શકે સમસ્યા
એશિયા કપ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય. એવું માનવામાં આવતું હતું કે, કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર ઈજામાંથી સ્વસ્થ થઈ ગયા છે અને બંને ખેલાડીઓ એશિયા કપમાં ભારતીય ટીમ માટે રમતા જોવા મળશે, પરંતુ હજુ સુધી આ બંને ખેલાડી ઈજાગ્રસ્ત છે. જેથી એશિયા કપમાં ટીમનો ભાગ બની શકશે નહીં.
ફેન્સની આશાને મોટો ઝટકો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કેએલ રાહુલ બેટિંગ અને વિકેટકીપિંગ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. જે બાદ ફેન્સને આશા હતી કે, કેએલ રાહુલ એશિયા કપમાં રમતો જોવા મળશે, પરંતુ ફરી એકવાર ચાહકોની આશાને મોટો ફટકો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, કેએલ રાહુલ લાંબા સમયથી ક્રિકેટના મેદાનથી દૂર છે. કેએલ રાહુલ IPL 2023ની સિઝન દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ તે તેની સર્જરી અને રિકવરી પર કામ કરી રહ્યો હતો.
વર્લ્ડકપ સુધી રાહુલ અને અય્યર સ્વસ્થ થશે?
ભારતીય ટીમ અત્યારે મિડલ ઓર્ડર સામે સંઘર્ષ કરી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરની વાપસી બપાદ મિડલ ઓર્ડરની સમસ્યાનો અંત આવશે, પરંતુ હવે સવાલ એ છે કે, શું વર્લ્ડકપ સુધી રાહુલ અને અય્યર સ્વસ્થ થઈ શકશે? જો આ બંને ખેલાડીઓ વર્લ્ડકપ પહેલા પરત નહીં આવે, તો રોહિત શર્માના નૌતૃત્વવાળી ટીમને મોટો ઝટકો લાગશે. ઉલ્લેખનીય છે કે, અત્યારે ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ અને વનડે સીરિઝમાં વેસ્ટ ઈન્ડીઝને હરાવ્યું છે. હવે ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે T-20 સીરિઝ શરૂ થશે. જેની પ્રથમ મેચ આવતીકાલે યોજાશે.