• વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માએ સગાઈ કરી લીધી
  • જીતેશે શલાકા મકેશ્વર સાથે ગુપચુપ સગાઇ કરી છે
  • જીતેશે સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માએ સગાઈ કરી લીધી છે. ભારતીય ટીમ આગામી સિરીઝ પહેલા લગભગ 40 દિવસ આરામ કરશે. આ દરમિયાન જિતેશ શર્માએ ગુપચુપ સગાઈ કરવાનો નિર્ણય લીધો હતો. જીતેશે સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ભારતીય વિકેટકીપર બેટ્સમેનની ભાવિ પત્નીનું નામ શલાકા મકેશ્વર છે.

તસવીરો કરી શેર

તમને જણાવી દઈએ કે જીતેશ શર્માની સગાઈ 8 ઓગસ્ટે થઈ હતી. શેર કરેલી તસવીરોમાં જીતેશ અને શલાકા મકેશ્વર એકબીજાને ગુલદસ્તો આપતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન જીતેશ એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી રહ્યો છે. જીતેશે સગાઈની તસવીરો સાથેની પોસ્ટના કેપ્શનમાં લખ્યું, "આ ક્રેઝી દુનિયામાં, અમને 8.8.8 અમારા સતત સાથીદાર મળ્યા છે."

ખેલાડીઓએ આપ્યા અભિનંદન

ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ, ભારતીય ઝડપી બોલર આવેશ ખાન, બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડ, ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ, ઓલરાઉન્ડર શિવમ દુબે, વેંકટેશ ઐયર, વોશિંગ્ટન સુંદર સહિત ઘણા ખેલાડીઓએ જીતેશને આ પોસ્ટ પર અભિનંદન પાઠવ્યા છે.


ભારત માટે અત્યાર સુધી 9 મેચ રમી

જિતેશ શર્માએ ઓક્ટોબર 2023માં નેપાળ સામે એશિયન ગેમ્સમાં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તે અત્યાર સુધીમાં 9 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. આ મેચોની 7 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 147.05ના સ્ટ્રાઇક રેટથી 100 રન બનાવ્યા છે, જેમાં હાઇ સ્કોર 35 રન હતો.

પંજાબ કિંગ્સ માટે રમે છે IPL

જીતેશ આઈપીએલમાં પંજાબ કિંગ્સનો ભાગ છે. તેણે તેની IPL કરિયરમાં અત્યાર સુધી 40 મેચ રમી છે. આ મેચોની 36 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 22.81ની એવરેજ અને 151.14ની સ્ટ્રાઇક રેટથી 730 રન બનાવ્યા છે. પોતાની વિસ્ફોટક બેટિંગ માટે પ્રખ્યાત જીતેશે 2022માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. આ વિકેટકીપર બેટ્સમેને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ડેબ્યુ કર્યું હતું. ડેબ્યૂ મેચમાં જિતેશે 17 બોલમાં 3 સિક્સરની મદદથી 26 રન બનાવ્યા હતા.

  • Follow us on: