• મહિલા T20 વર્લ્ડકપ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રમાશે
  • આ પહેલા ભારતીય મહિલા ટીમ આફ્રિકા સામે સીરિઝ રમશે
  • 16 જૂનથી બંને ટીમો વચ્ચે ત્રણેય ફોર્મેટની સિરીઝ રમાશે

મહિલા T20 વર્લ્ડકપ 2024 આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં બાંગ્લાદેશની ધરતી પર રમાશે. આ પહેલા પણ ભારતીય મહિલા ટીમ સાઉથ આફ્રિકા સામે સીરિઝ રમશે. સાઉથ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે આવી છે. આ પ્રવાસ આવતીકાલે એટલે કે 16મી જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. બંને ટીમો વચ્ચે ત્રણેય ફોર્મેટની સિરીઝ રમાશે.

ભારત-આફ્રિકા સિરીઝ 16 જૂનથી શરૂ થશે

ભારતીય મહિલા ટીમ અને સાઉથ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચેની ODI મેચ બેંગલુરુમાં રમાશે અને ટેસ્ટ અને T20 મેચ ચેન્નાઈમાં રમાશે. બંને ટીમો વચ્ચે રમાતી ODI મેચો ICC મહિલા ચેમ્પિયનશિપ 2022-2025નો ભાગ છે. પ્રથમ ODI મેચ 16 જૂને રમાશે, બીજી ODI મેચ 29 જૂને અને ત્રીજી ODI મેચ 23 જૂને રમાશે. ODI મેચો બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. આ પછી ચેન્નાઈમાં 28 જૂનથી 1 જુલાઈ સુધી ટેસ્ટ મેચ રમાશે. જ્યારે T20 સાંજે 7 વાગ્યે શરૂ થશે.

ભારત-આફ્રિકા સીરિઝનું શેડ્યૂલ

ODI સીરિઝ

  • 16 જૂન: પહેલી ODI, બેંગલુરુ, બપોરે 1.30 કલાકે
  • 19 જૂન: બીજી ODI, બેંગલુરુ, બપોરે 1.30 કલાકે
  • 23 જૂન: ત્રીજી ODI, બેંગલુરુ, બપોરે 1.30 કલાકે

એક ટેસ્ટ મેચનું શેડ્યૂલ

  • 28 જૂનથી 1 જુલાઈ: ટેસ્ટ મેચ, ચેન્નાઈ

T20 સિરીઝની શેડ્યૂલ

  • 5 જુલાઈ: પ્રથમ T20
  • 7 જુલાઈ: બીજી T20
  • 9 જુલાઈ: ત્રીજી T20

ભારત-આફ્રિકા સીરિઝ માટે ભારતીય ટીમ

વન ડે ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), ઉમા છેત્રી (વિકેટકેટર), દયાલન હેમલતા, રાધા યાદવ, આશા શોભના, શ્રેયંકા પાટિલ, સાઈકા ઈશાક, પૂજા વસ્ત્રાકર, રેણુકા સિંહ ઠાકુર, અરુંધતી રેડ્ડી, પ્રિયા પુનિયા.

ટેસ્ટ ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, શુભા સતીશ, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), ઉમા છેત્રી (વિકેટકીપર), દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, સાઈકા ઈશાક, રાજેશ્વરી ગાયકવાડ, પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, મેઘના સિંહ, પ્રિયા પુનિયા.

T20 ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, દયાલન હેમલતા, ઉમા છેત્રી (વિકેટકીપર), રિચા ઘોષ (વિકેટકીપર), જેમિમાહ રોડ્રિગ્સ, સજના સજીવન, દીપ્તિ શર્મા, શ્રેયંકા પાટિલ, રાધા યાદવ, અમનજોત કૌર, આશા શોભના, પૂજા વસ્ત્રાકર, રેણુકા સિંહ ઠાકુર, અરુંધતી રેડ્ડી.

  • Follow us on: