• રાણા IPLના ઇતિહાસમાં છઠ્ઠો બેટસમેન જેણે 1 ઓવરમાં બધી બાઉન્ડ્રી ફટકારી
  • KKRના કેપ્ટન રાણાએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 41 બોલમાં 75 રન કર્યા
  • નીતિશ રાણાએ એક જ ઓવરમાં 28 રન ફટકાર્યા

નીતિશ રાણા આઈપીએલના ઈતિહાસમાં છઠ્ઠો બેટ્સમેન બન્યો જેણે એક ઓવરમાં બધા બોલમાં બાઉન્ડ્રી ફટકારી. એટલે કે દરેક બોલ પર છગ્ગા-ચોગ્ગા ફટકાર્યા. કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન નીતિશ રાણાએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 41 બોલમાં 75 રનની ઈનિંગ દરમિયાન ઉમરાન મલિકનું બેન્ડ બજાવી દીધું હતું. ઉમરાન મલિકને હાલના સમયમાં ભારતનો સૌથી ઝડપી બોલર માનવામાં આવે છે. જમ્મુ એક્સપ્રેસ તરીકે ઓળખાતા આ તોફાની ફાસ્ટ બોલરની ઓવરમાં નીતિશ રાણાએ ચાર ચોગ્ગા અને બે છગ્ગા સહિત કુલ 28 રન બનાવ્યા હતા.


ઉમરાન મલિક ઇનિંગ્સની છઠ્ઠી અને તેની પ્રથમ ઓવર નાખવા આવ્યો હતો. 229 રનના પહાડ જેવા લક્ષ્યનો પીછો કરતા કોલકાતા નાઈટ રાઈડર્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. 20 રનમાં ત્રણ વિકેટ પડ્યા બાદ નીતિશ રાણાએ ઝડપથી બેટિંગ શરૂ કરી હતી. અહીં ઉમરાન મલિક 150.4 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી રહ્યો હતો, તો બીજી તરફ રાણા તેના બેટથી ફટકા મારી રહ્યો હતો. ધોલાઇ થવા છતાં ઉમરાને પોતાની ગતિ સાથે ક્યારેય સમાધાન કર્યું નહીં અને તોફાની બોલિંગ કરવાનું ચાલુ રાખ્યું.




છેલ્લી મેચમાં પાંચ સિકસર ફટકારીને ટીમને જીત અપાવનાર રિંકુ સિંહની અણનમ 58 રનની ઇનિંગ્સ (31 બોલ, ચાર ચોગ્ગા, ચાર સિકસર) છતાં KKRની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટે 205 રન જ બનાવી શકી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે ફીલ્ડિંગ દરમિયાન કેચ પકડવાની ઘણી તકો ગુમાવી, નહીંતર કેકેઆરની ટીમ આ સ્કોર સુધી પહોંચી ન હોત. તેના તરફથી માર્કો જેન્સેન અને મયંક માર્કંડેયે બે-બે વિકેટ ઝડપી હતી.

નટરાજને 17મી ઓવરમાં રાણાની 41 બોલની ઇનિંગ્સનો અંત લાવ્યો હતો. આનાથી કેપ્ટન અને રિંકુ વચ્ચે 39 બોલમાં 69 રનની ભાગીદારીનો અંત આવ્યો હતો. અગાઉ બ્રુક આઇપીએલમાં સ્ટાઇલથી આગમન કર્યું હતું તેનાથી સનરાઇઝર્સ હૈદરાબાદે સિઝનની શ્રેષ્ઠ શરૂઆત કરી. સનરાઇઝર્સ હૈદરાબાદે બ્રુકને 13.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે પ્રથમ ત્રણ મેચમાં માત્ર 29 રન જ બનાવી શક્યો હતો. પરંતુ આખરે તેને લય મળી ગઇ. બ્રુકે 45 રન પર મળેલી લાઈફલાઈનનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને સદી ફટકારી દીધી.

  • Follow us on: