• IPL 2023ની ટુર્નામેન્ટમાં અત્યાર સુધી 19 મેચ રમાઈ
  • હાલ ઓરેન્જ કેપ શિખર ધવનની પાસે
  • પર્પલ કેપમાં રાજસ્થાનનો યુઝવેન્દ્ર ચહલ અત્યારે ટોપ પર

IPL 2023ની શરૂઆત થઈ ગઈ છે. IPL 2023 ની પ્રથમ મેચ 31 માર્ચે CSK અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. આપને જણાવી દઇએ કે ટુર્નામેન્ટમાં 70 મેચ રમાશે. IPL 2023ની ફાઈનલ 28મી મેના રોજ રમાશે. ટુર્નામેન્ટમાં અત્યાર સુધી 19 મેચ રમાઈ છે. 19 મેચ બાદ પોઈન્ટ ટેબલમાં ટીમોની સ્થિતિ આ પ્રમાણે છે.



ઓરેન્જ કેપ

શિખર ધવન 4 મેચ રમીને 233 રન બનાવીને નંબર વન પર છે. તેની પાસે ઓરેન્જ કેપ છે. બીજા નંબર પર ડેવિડ વોર્નર છે જેણે 4 મેચમાં 209 રન બનાવ્યા છે. ત્યારબાદ ત્રીજા નંબર પર રાજસ્થાનનો જોસ બટલર છે. બટલરે અત્યાર સુધી 4 મેચમાં 204 રન નોંધાવ્યા છે. ત્યારબાદ નંબર આવે છે ઋતુરાજ ગાયકવાડનો અત્યાર સુધી 4 મેચમાં 197 રન બનાવ્યા છે. શુભમન ગિલ 4 મેચમાં 183 રન બનાવી શક્યો છે. તો હેરી બ્રુકે IPL 2023ની પહેલી સદી ફટકારી છે. આવી સ્થિતિમાં હવે ઓરેન્જ કેપની રેસ રસપ્રદ બની છે.

પર્પલ કેપ

રાજસ્થાનનો યુઝવેન્દ્ર ચહલ હવે ટોપ પર પહોંચી ગયો છે. ચહલે અત્યાર સુધી 4 મેચમાં 10 વિકેટ ઝડપી છે અને પર્પલ કેપ પર કબજો જમાવી લીધો છે. બીજા નંબર પર રાશિદ ખાન છે, રાશિદે 4 મેચમાં 9 વિકેટ લીધી છે. ત્રીજા નંબર પર લખનઉનો માર્ક વૂડ છે જેણે 3 મેચમાં 9 વિકેટ લીધી છે.

  • Follow us on: