- ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે
- રિષભ પંતની દિલ્હી કેપિટલ્સ સિઝનની તેની પ્રથમ જીતની રાહ જોઈ રહી છે
- ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે
આજની બીજી મેચમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો સામસામે આવશે. બંને ટીમો વચ્ચેની મેચ વિશાખાપટ્ટનમમાં ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. ઋતુરાજ ગાયકવાડની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ જીતની હેટ્રિક ફટકારવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. તે જ સમયે, ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સ સિઝનની તેની પ્રથમ જીતની રાહ જોઈ રહી છે. અત્યાર સુધી ચેન્નાઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સને હરાવ્યું છે. જ્યારે દિલ્હી કેપિટલ્સને પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડયો હતો.
CSKની મજબૂત ટીમ
ચેન્નાઈ સુપર કિંગ્સ વિજયની હેટ્રિક ફટકારવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.રચિન રવિન્દ્ર અને ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનર બની શકે છે. આ પછી મિડલ ઓર્ડરમાં અજિંક્ય રહાણે, ડેરિલ મિશેલ અને શિવમ દુબે જેવા બેટસમેન ટીમને મજબૂત બનાવશે. જ્યારે રવિન્દ્ર જાડેજા સિવાય છેલ્લી ઓવરોમાં ઝડપી રન બનાવવાની જવાબદારી સમીર રિઝવી અને મહેન્દ્ર સિંહ ધોની પર રહેશે. તે જ સમયે, દીપક ચહર, મહેશ થીક્ષાના અને તુષાર દેશપાંડે બોલર તરીકે પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે.
ચેન્નાઈ સુપર કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રચિન રવિન્દ્ર, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, મહેન્દ્ર સિંહ ધોની, દીપક ચહર, મહેશ થીક્ષાના અને તુષાર દેશપાંડે.
દિલ્હી કેપિટલ્સને જીતાડવાની જવાબદારી
ડેવિડ વોર્નર અને પૃથ્વી શો દિલ્હી કેપિટલ્સ માટે ઓપનિંગ કરતા જોવા મળી શકે છે. આ પછી, ધ્યાન મિચ માર્શ, ઋષભ પંત, ટ્રિસ્ટિયન સ્ટબ્સ અને લલિત યાદવ પર રહેશે. જ્યારે દિલ્હી કેપિટલ્સની બોલિંગની જવાબદારી કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મુકેશ કુમાર અને એર્નિક નોર્ટજે સંભાળશે.
દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ડેવિડ વોર્નર, પૃથ્વી શો, મિચ માર્શ, રિષભ પંત (કેપ્ટન), ટ્રિસ્ટિયન સ્ટબ્સ, લલિત યાદવ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મુકેશ કુમાર અને એર્નિક નોર્ટજે.