- દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ
- આ સિઝનમાં RCBનો સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ તૂટ્યો
- હૈદરાબાદે IPL ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો
IPL 2024ની 16મી મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં કોલકાતાએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 272 રન બનાવ્યા હતા. આ મેચમાં સુનીલ નારાયણની તોફાની ઇનિંગ જોવા મળી હતી. IPLના ઈતિહાસમાં કોલકાતાનો બીજો સૌથી વધુ સ્કોર છે. આ સાથે કોલકાતાએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો બીજો સૌથી મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સિઝનમાં RCBનો સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ બીજી વખત તૂટી ગયો છે.
IPLમાં સર્વોચ્ચ સ્કોર
આ સીઝન પહેલા RCBના નામે IPLમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ હતો. RCBએ વર્ષ 2013માં પુણે વોરિયર્સ સામે 263 રન બનાવ્યા હતા. આ મેચમાં RCB તરફથી ક્રિસ ગેલે 66 બોલમાં 175 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે IPL 2024માં RCBનો આ રેકોર્ડ સૌથી પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે તોડ્યો હતો. હૈદરાબાદે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 277 રન બનાવ્યા અને IPL ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. આ મેચ હૈદરાબાદે જીતી હતી.
KKR એ RCBનો રેકોર્ડ તોડ્યો
હવે કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સ સામે 20 ઓવરમાં 272 રન બનાવીને આ રેકોર્ડ તોડી નાખ્યો છે. કોલકાતાએ RCBનો રેકોર્ડ તોડીને IPL ઈતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. KKR ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદનો રેકોર્ડ તોડવાથી માત્ર 6 રન દૂર રહી હતી. KKR તરફથી આ મેચમાં સુનીલ નારાયણે 39 બોલમાં 85 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન સુનીલે 7 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. આ સિવાય આન્દ્રે રસેલ અને રિંકુ સિંહે પણ શાનદાર ઇનિંગ્સ રમી હતી.
IPLમાં ટીમનો સૌથી વધુ સ્કોર
- 277/3 - SRH vs MI, હૈદરાબાદ, 2024
- 272/7 - KKR vs DC, વાયઝેગ, 2024*
- 263/5 - RCB vs PWI, બેંગલુરુ, 2013
- 257/5 - LSG vs PBKS, મોહાલી, 2023
- 248/3 - RCB vs GL, બેંગલુરુ, 2016