- દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ
- KKRએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યા
- અંગક્રિશ રઘુવંશીએ ડેબ્યૂ મેચમાં ફિફ્ટી ફટકારી
IPL 2024માં 16મી મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં KKRના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ પ્રથમ બેટિંગ કરતા KKRએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યા હતા. હવે દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 273 રનનો ટાર્ગેટ આપ્યો છે.
KKRના બેટ્સમેનોએ દિલ્હીના બોલરોની ખૂબ જ ધોલાઈ કરી છે. આ મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે એક ભૂલ કરી, જે તેને મોંઘી પડી હતી. KKR તરફથી સુનીલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ અને રિંકુ સિંહે શાનદાર ઇનિંગ્સ રમી હતી. આન્દ્રે રસેલે 41 રન, રિંકુ સિંહે 8 બોલમાં 26 રન બનાવ્યા હતા.
સુનીલ નારાયણની તોફાની ઇનિંગ્સ
ઓપનર સુનીલ નારાયણે KKR માટે ખૂબ જ ખતરનાક બેટિંગ કરી છે. KKR માટે સુનીલ નારાયણે માત્ર 39 બોલમાં 85 રનની સૌથી મોટી ઈનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન નારાયણે 7 ફોર અને 7 શાનદાર સિક્સર ફટકારી હતી. સુનીલે માત્ર 21 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. જોકે, નારાયણ તેની પ્રથમ IPLસદી ચૂકી ગયો હતો.
ડેબ્યૂ મેચમાં ફિફ્ટી ફટકારી
KKR માટે આ મેચમાં અંગક્રિશ રઘુવંશીને IPL ડેબ્યૂ કરવાની તક મળી હતી. અંગક્રિશ રઘુવંશીએ આ તકને બંને હાથે ઝડપી લીધી. પોતાની પ્રથમ IPL મેચમાં અંગક્રિશે ટીમ માટે શાનદાર ફિફ્ટી ફટકારી હતી. આ મેચમાં રઘુવંશીએ માત્ર 27 બોલમાં 54 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 5 ફોર અને 3 શાનદાર સિક્સર ફટકારી હતી.
IPLમાં DC સામે સૌથી વધુ સ્કોર
- KKR- 272/7 2024
- CSK- 223/3 2023
- CSK- 222/5 2012
- RR- 222/2 2022
- SRH- 219/2 2020
IPLમાં KKR માટે ટીમ ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર
- 18 વિ DC, વાઇઝેગ, 2024*
- 17 વિ CSK, ચેન્નાઈ, 2018
- 17 વિ PBKS, ઈડન ગાર્ડન, 2019
IPLમાં ટીમનો સૌથી વધુ સ્કોર
- 277/3 - SRH vs MI, હૈદરાબાદ, 2024
- 272/7 - KKR vs DC, વાયઝેગ, 2024*
- 263/5 - RCB vs PWI, બેંગલુરુ, 2013
- 257/5 - LSG vs PBKS, મોહાલી, 2023
- 248/3 - RCB vs GL, બેંગલુરુ, 2016