• દિલ્હી અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ
  • વિશાખાપટ્ટનમના સ્ટેડિયમમાં રમાઈ રહી છે મેચ
  • આ મેચમાં સુનીલ નારાયણને જીવનદાન મળ્યું

IPL 2024ની 16મી મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. આ મેચમાં કોલકાતાના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ KKR પ્રથમ બેટિંગ કરી રહ્યું છે. આ મેચના પહેલા જ બોલ પર અમ્પાયરે મોટી ભૂલ કરી હતી. જે બાદ થર્ડ અમ્પાયરે પણ ફીલ્ડ અમ્પાયરની આ ભૂલને સુધારી ન હતી. દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રિષભ પંત પણ આ તક ચૂકી ગયો હતો.

શું હતી આ ભૂલ?

ખલીલ અહેમદ મેચમાં દિલ્હી કેપિટલ્સ માટે પ્રથમ ઓવર નાખવા આવ્યો હતો. ખલીલની સામે કોલકાતાનો ફિલ સોલ્ટ બેટિંગ કરી રહ્યો હતો. પહેલો બોલ સોલ્ટના બેટને વાગ્યો અને પંતના ગ્લોવ્ઝને અડીને તેની ઉપર ગયો. જ્યારે ફિલ્ડ અમ્પાયરે તેને બાયની ફોર આપી હતી. જો પંતે આ બોલ પકડ્યો હોત, તો તેણે ચોક્કસપણે તેના પર અપીલ કરી હોત અને જો અમ્પાયરે તેને નોટ આઉટ આપ્યો હોત, તો પંત નિર્ણયને પલટાવવા માટે ડીઆરએસનો ઉપયોગ કરી શક્યો હોત અને ફિલ સોલ્ટના રૂપમાં KKRને મોટો ફટકો પડ્યો હોત.

સુનીલ નારાયણની વિસ્ફોટક ઇનિંગ

કોલકાતાનો ઓપનિંગ બેટ્સમેન સુનીલ નારાયણ આ મેચમાં દિલ્હીના બોલરોની ધોલાઈ કરી છે. નારાયણે મેદાનની ચારેબાજુ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા છે. આ મેચમાં નારાયણને જીવનદાન મળ્યું હતું. ખરેખર, બોલ નારાયણના બેટ સાથે અથડાયો અને પંતના હાથમાં ગયો. પરંતુ અમ્પાયરે તેને આઉટ આપ્યો ન હતો. તેથી પંતે પણ ડીઆરએસ લેવામાં વિલંબ કર્યો હતો. પંતે અમ્પાયર પાસેથી ડીઆરએસની માગણી કરી ત્યાં સુધીમાં 15 સેકન્ડ વીતી ચૂકી હતી.

  • Follow us on: