- પંજાબ કિંગ્સ ટીમને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હોમ ગ્રાઉન્ડ પર 2 રનથી હારનો સામનો કર્યો
- પંજાબ તરફથી શશાંક સિંહ અને આશુતોષ શર્માએ પોતાની ઇનિંગ્સથી મેચને રોમાંચક બનાવી હતી
- પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુલ્લાનપુરમાં રમાઈ હતી
આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 189 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સે પાવર પ્લેમાં 3 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. તેમ છતાં, શશાંક સિંહ અને આશુતોષ શર્માની વિસ્ફોટક ઇનિંગ્સના કારણે, તેઓએ ચોક્કસપણે આ મેચને રોમાંચક બનાવી દીધી, પરંતુ અંતે પંજાબ કિંગ્સને 2 રને હારનો સામનો કરવો પડયો. જ્યારે પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને કહ્યું કે,આ મેચમાં હારનું સૌથી મોટું કારણ પ્રથમ 6 ઓવરનો યોગ્ય રીતે ફાયદો ન ઉઠાવવો હતો.
અમે તેમને સારા સ્કોર પર રાખ્યા
શિખર ધવને સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં મળેલી હાર બાદ કહ્યું કે, અમે તેમને વધુ સારા સ્કોર સુધી મર્યાદિત રાખ્યા હતા, પરંતુ અમે પ્રથમ 6 ઓવરમાં ઝડપી રન બનાવી શક્યા ન હતા અને 3 વિકેટ પણ ગુમાવી દીધી હતી. મને લાગે છે કે આ તે છે જ્યાં અમે મેચમાં પાછળ રહી ગયા, જેના કારણે તેની અસર અંતમાં જોવા મળી. મને લાગે છે કે શશાંક અને આશુતોષે સારી ઇનિંગ્સ રમી હતી. જ્યારે આ વિકેટ પર વધારે ઉછાળો નથી, તો આપણે બધાએ અમારી બેટિંગમાં થોડો ફેરફાર કરવો જોઈએ. અમે ઇનિંગના છેલ્લા બોલ પર કેચ પણ છોડયો હતો. અમે તેમને 10 થી 15 રન ઓછા સુધી રોકી શક્યા હોત, પરંતુ અમારી ખરાબ બેટિંગના કારણે અમે આ મેચ હારી ગયા. યુવા ખેલાડીઓ આ લય સાથે પ્રદર્શન કરી રહ્યા છે તે જોવું સારું છે. અમે અહીંથી આવનારી મેચોમાં વધુ સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરીશું.
પેટ કમિન્સે નીતિશ રાણાના વખાણ કર્યા હતા
આ મેચમાં શાનદાર જીત બાદ સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે, ક્રિકેટના દૃષ્ટિકોણથી આ એક શાનદાર મેચ હતી પંજાબ કિંગ્સે ખૂબ જ સારી બોલિંગ કરી જ્યારે અમે 180ના સ્કોરનો બચાવ કરવામાં સફળ રહ્યા. ઇમ્પેક્ટ પ્લેયરના નિયમ વિશે સૌથી સારી બાબત એ છે કે તમે તમારી બેટિંગમાં ઊંડાણ મેળવો છો. શરૂઆતમાં અમારા માટે બેટિંગ દરમિયાન રન બનાવવાનું સરળ નહોતું. જો અમે 150થી 160નો સ્કોર કર્યો હોત તો તમે 10માંથી 9 મેચ હારી ગયા હોત, પરંતુ 180ના સ્કોર સુધી પહોંચ્યા બાદ અમે ખૂબ જ ખુશ હતા. અમે જાણતા હતા કે આ મેચમાં નવો બોલ ખૂબ મહત્વનો હશે કારણ કે અમે જોયું હતું કે પંજાબ કિંગ્સે તેનો કેવી રીતે ફાયદો ઉઠાવ્યો. અમારી ટીમમાં ઘણા ડાબા હાથના બોલર છે જેનો અમને ફાયદો પણ થયો. નીતિશે ગયા અઠવાડિયે ડેબ્યૂ કર્યું હતું અને આ મેચમાં તેણે બતાવ્યું હતું કે તે બેટથી શું અજાયબી કરી શકે છે. તે ફિલ્ડિંગની સાથે-સાથે બોલિંગમાં પણ શાનદાર હતો, તેણે અમારા માટે 3 ઉત્તમ ઓવર ફેંકી.