• ફાઈનલમાં KKRએ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું
  • KKRએ 10 વર્ષ બાદ ફરીથી ટ્રોફી પર કબજો કર્યો
  • KKRએ 2012 અને 2014માં ટ્રોફી જીતી હતી

IPL 2024ની ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું હતું. આ સાથે KKRએ 10 વર્ષ બાદ ફરીથી ટ્રોફી પર કબજો કર્યો. કોલકાતાએ ત્રીજી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. આ પહેલા ગૌતમ ગંભીરની કેપ્ટન્સીમાં KKRએ 2012 અને 2014માં ટ્રોફી જીતી હતી. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 113 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ આસાનીથી લક્ષ્ય હાંસલ કર્યું હતું.

ગંભીરની આગેવાનીમાં KKR જ 'કિંગ'

KKRએ 10 રાહ બાદ ફરી એકવાર IPL ટ્રોફી પર કબજો કર્યો. IPLમાં કોલકાતા ચાર વખત ફાઇનલમાં પહોંચ્યું છે અને ત્રણ વખત જીત્યું છે. આ જીતનો સંપૂર્ણ શ્રેય પણ ગૌતમ ગંભીરને આપવામાં આવી રહ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સે ગૌતમ ગંભીરની કેપ્ટનશીપમાં પ્રથમ બંને ટાઈટલ જીત્યા હતા. પહેલું ટાઈટલ 2012માં અને બીજું ટાઈટલ 2014માં આવ્યું હતું. ત્યારથી કોલકાતાની ટીમ ખિતાબના દુકાળ સામે ઝઝૂમી રહી હતી. પરંતુ આ વર્ષે ગૌતમ ગંભીર ફરી એક વખત KKRમાં મેન્ટર તરીકે જોડાયો અને ટીમે ફરી એક વખત ખિતાબ જીત્યો છે.

પેટ કમિન્સના નિર્ણય પર પ્રશ્નો

ફાઈનલ મેચમાં જ્યારે પેટ કમિન્સ ટોસ માટે મેદાનમાં ઉતર્યો ત્યારે તે ખૂબ જ મૂંઝવણમાં જોવા મળ્યો હતો. તેણે કહ્યું કે તે પિચ વાંચવામાં નિષ્ણાત નથી. ટોસ જીત્યા બાદ કમિન્સે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ મેચની પ્રથમ ઓવરથી લઈને હૈદરાબાદની ઈનિંગના અંત સુધી આ નિર્ણય તેની ટીમને અનુકૂળ ન લાગ્યો. જ્યારે અભિષેક શર્મા પ્રથમ ઓવરમાં આઉટ થયો ત્યારે આ ક્રમ ફરી ચાલુ રહ્યો. મિચેલ સ્ટાર્ક અને વૈભવ અરોરાના બોલની સામે SRHના બેટ્સમેનો શોટ રમવાનું ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું હતું. આ પછી સુનીલ નારાયણ, હર્ષિત રાણા, આન્દ્રે રસેલે પણ હૈદરાબાદના બેટ્સમેનોની સતત કસોટી કરી હતી.

  • Follow us on: