• IPL 2024માં તમામ ટીમોએ અંદાજે 7-7 મેચ રમી
  • આ દરમિયાન 5 કેપ્ટનને સ્લો ઓવર માટે દંડ ફટકાર્યો
  • કેપ્ટન રિષભ પંત પર લાગી શકે છે એક મેચનો પ્રતિબંધ

IPL 2024નો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ગયો છે. તમામ ટીમોએ અંદાજે 7-7 મેચ રમી છે. જે બાદ સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. આ સિવાય RCB ફરી એકવાર નિષ્ફળ સાબિત થઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. IPLમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત અને ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ બાદ હાર્દિક પંડ્યા પર પણ પ્રતિબંધનો ખતરો છે.

હાર્દિકને ફટકાર્યો દંડ

ખરેખર, IPL 2024ની 33મી મેચમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો આમને-સામને હતી. આ મેચ મુંબઈ ઈન્ડિયન્સે 9 રને જીતી હતી પરંતુ મેચ જીત્યા બાદ મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. વાસ્તવમાં, આ મેચમાં મુંબઈની ટીમ સ્લો ઓવર રેટ માટે દોષી સાબિત થઈ હતી. જેના કારણે BCCIએ કપ્તાન હાર્દિક પંડ્યાને 12 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો છે. જો મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સતત બે મેચમાં સ્લો ઓવર રેટ માટે દોષિત ઠરશે તો કેપ્ટન હાર્દિક પર એક મેચનો પ્રતિબંધ લાગી શકે છે. અને જો કેપ્ટન બીજી વખત ભૂલ કરે તો પણ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે.

એક મેચનો લાગી શકે પ્રતિબંધ

અગાઉ IPL 2024 દરમિયાન, દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમો પણ સ્લો ઓવર રેટ માટે દોષી સાબિત થઈ હતી. જે બાદ BCCIએ દિલ્હીના કેપ્ટન રિષભ પંત અને ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ પર પણ દંડ ફટકાર્યો હતો. આ માટે દિલ્હી કેપિટલ્સ ટીમ બે વખત દોષી સાબિત થઈ છે, ત્યારબાદ કેપ્ટન રિષભ પંત પર બે વખત 12-12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો હવે દોષિત સાબિત થશે તો 12 લાખ રૂપિયાનો દંડ અને એક મેચ માટે પ્રતિબંધ લાદવામાં આવી શકે છે.

આ 5 કેપ્ટનના સામેલ

હવે યાદીમાં 5 નામ છે. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ ઐયર, રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન, દિલ્હીના કેપ્ટન રિષભ પંત, ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ અને હાર્દિક પંડ્યાના નામ સામેલ છે.

  • Follow us on: