- કોલકાતા અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ
- લખનૌએ પ્રથમ બેટિંગ કરતા 161 રન બનાવ્યા
- સ્ટાર્કે 4 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ ઝડપી
IPL 2024માં 28મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ઈડન ગાર્ડન મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં KKRએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ લખનૌએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા.
લખનૌ તરફથી બેટિંગ કરતા નિકોલસ પુરને ફરી એકવાર શાનદાર ઇનિંગ રમી હતી. પુરને આ મેચમાં 32 બોલમાં 45 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન પુરને 2 ચોગ્ગા અને 4 શાનદાર છગ્ગા ફટકાર્યા હતા. આ મેચમાં IPLના સૌથી મોંઘા ખેલાડીએ કોલકાતા માટે શાનદાર બોલિંગ કરી હતી.













