- રાજસ્થાન સામેની મેચમાં પણ ઈજાના કારણે રહ્યા બહાર
- શિખરની ગેરહાજરીમાં સૈમ કર્રને સંભાળી કેપ્ટનશીપ
- 7-10 દિવસ સુધી રહી શકે છે ટીમથી બહાર
પંજાબ કિંગ્સને હાલમાં ડબલ ઝટકો લાગ્યો છે. ટીમે છેલ્લી મેચ રાજસ્થાન રોયલ્સની સામે રમી હતી. તેમાં તેઓએ હારનો સામનો કરવો પડ્યો. હવે પંજાબના કેપ્ટન શિખર ધવનને લઈને માઠા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાન રોયલ્સની સામે રમાયેલી મેચમાં ધવન ઈજાના કારણે ટીમથી બહાર રહ્યા હતા. હવે સામે આવેલા નવા અપડેટથી ખ્યાલ આવે છે કે ધવન ફક્ત એક મેચ નહીં પણ આવનારી અનેક મેચમાંથી બહાર રહી શકે છે.
શિખરની ગેરહાજરીમાં સૈમ કર્રને સંભાળી કેપ્ટનશીપ













