• રાજસ્થાન અને લખનૌ વચ્ચે મુકાબલો
  • લખનૌને જીતવા માટે 194 રનનું લક્ષ્ય
  • સંજુ સેમસનની શાનદાર કપ્તાની ઈનિંગ

IPL 2024માં આજે 24મી માર્ચે પ્રથમ મેચ રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 4 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી કેપ્ટન સંજુ સેમસને શાનદાર ઇનિંગ રમી હતી. સંજુ સિવાય રિયાન પરાગે પણ રાજસ્થાન માટે શાનદાર ઇનિંગ્સ રમી છે. રિયાન પરાગે 29 બોલમાં 43 રનની ઇનિંગ રમી હતી.

સંજુએ શાનદાર ઇનિંગ રમી હતી

આ મેચમાં રાજસ્થાનના બે શરૂઆતી વિકેટ પડ્યા બાદ ક્રિઝ પર આવેલા કેપ્ટન સંજુ સેમસને શાનદાર ઇનિંગ રમી હતી. સંજુએ શાનદાર બેટિંગ કરી અને 52 બોલમાં 82 રન બનાવ્યા. પોતાની ઇનિંગ દરમિયાન સંજુએ 3 ફોર અને 6 શાનદાર સિક્સર ફટકારી હતી. જેના કારણે રાજસ્થાન રોયલ્સ ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ સામે જીતવા માટે 194 રનનો લક્ષ્યાંક આપવામાં સફળ રહી છે. સંજુ સિવાય યશસ્વી જયસ્વાલે 24 રન અને ધ્રુવ જુરેલે 20 રનની અણનમ ઇનિંગ રમી હતી.

લખનૌના બોલરનું પ્રદર્શન

લખનૌ તરફથી બોલિંગ કરતી વખતે નવીન ઉલ હકે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. આ સિવાય મોહસીન ખાન અને રવિ બિશ્નોઈએ 1-1 વિકેટ લીધી હતી.


  • Follow us on: