• આજે રાજસ્થાન રોયલ્સ અને લખનઉ વચ્ચે મુકાબલો
  • સંજુ સેમસને 52 બોલમાં 82 રનની શાનદાર ઈનિંગ રમી
  • સંજુએ છેલ્લી પાંચ સિઝનમાં પ્રથમ મેચમાં ફટકારી ફિફ્ટી

IPL 2024નો પ્રારંભ 22 માર્ચથી થયો છે. જેમાં રવિવાર એટલે કે 24 માર્ચે ડબલ હેડર મુકાબલા રમાવાના છે. પ્રથમ મેચ રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. તો બીજી મેચ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. T20 વર્લ્ડકપ 2024ને જોતા આ IPL 2024 ભારતીય ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ટૂર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીની પસંદગી ટીમ ઈન્ડિયામાં આગામી T20 વર્લ્ડકપ માટે કરી શકે છે. હવે એક ખેલાડીએ શાનદાર ઇનિંગ રમીને T20 વર્લ્ડ કપ માટે પોતાની દાવેદારી નોંધાવી છે.

સંજુ સેમસનનું ટીમમાં સ્થાન નિશ્ચિત!

આ વખતે ટી20 વર્લ્ડકપ 2024 માટે ટીમ ઈન્ડિયા માટે સૌથી મહત્વની બાબત વિકેટકીપર બેટ્સમેનની પસંદગી કરવાની છે. જેમાં ઘણા ખેલાડીઓના નામ સામેલ છે. લખનઉ સુપર જાયન્ટ્સ સાથે રમાઈ રહેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમના કેપ્ટન સંજુ સેમસને માત્ર 33 બોલમાં ફિફ્ટી ફટકારીને T20 વર્લ્ડકપ 2024 માટે પોતાનો દાવો રજૂ કર્યો છે. સંજુ મેચની શરૂઆતથી જ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો.

2020 પછી IPL સિઝનની પ્રથમ મેચમાં સંજુ સેમસનનું પ્રદર્શન

  • 74(32) વિ CSK 2020
  • 119(63) વિ pk 2021
  • 55(27) વિ SRH 2022
  • 55(32) વિ SRH 2023
  • 82*(52) વિ LSG 2024

મેચની સ્થિતિ

IPL 2024માં આજે 24મી માર્ચે પ્રથમ મેચ રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 4 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી કેપ્ટન સંજુ સેમસને શાનદાર ઇનિંગ રમી હતી. સંજુ સિવાય રિયાન પરાગે પણ રાજસ્થાન માટે શાનદાર ઇનિંગ્સ રમી છે. રિયાન પરાગે 29 બોલમાં 43 રનની ઇનિંગ રમી હતી. લખનૌ તરફથી બોલિંગ કરતી વખતે નવીન ઉલ હકે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. આ સિવાય મોહસીન ખાન અને રવિ બિશ્નોઈએ 1-1 વિકેટ લીધી હતી.

  • Follow us on: