• IPL 2024ની શરૂઆત 22 માર્ચથી થશે
  • રિષભ પંત IPL 2024માં કરશે વાપસી
  • પંત દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ પણ કરશે

ભારતીય ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત હવે ક્રિકેટના મેદાનમાં વાપસી કરવા જઈ રહ્યો છે. રિષભ પંત ફરી એકવાર IPL 2024માં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરતો જોવા મળી શકે છે. વાસ્તવમાં, કાર અકસ્માત બાદ રિષભ પંત ક્રિકેટના મેદાનથી દૂર હતો. આ દરમિયાન પંતે એક વર્ષથી વધુ સમય સુધી ક્રિકેટ રમી ન હતી, પરંતુ હવે પંત પહેલા કરતા વધુ ફિટ દેખાઈ રહ્યો છે.

રિષભ પંત IPL 2024 માટે જોરશોરથી તૈયારી કરી રહ્યો છે. પંત બેટિંગથી લઈને વિકેટકીપિંગ સુધી નેટ્સમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે. દરરોજ પંત પ્રેક્ટિસ કરતા વીડિયો સોશિયલ મીડિયા પર આવતા રહે છે. હવે દિલ્હી કેપિટલ્સના સહ-માલિકે ચાહકો માટે એક મોટા ખુશખબર આપ્યા છે.

રિષભ પંત દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રહેશે

રિષભ પંત ઈજાના કારણે IPL 2023માં ભાગ લઈ શક્યો ન હતો. જે બાદ દિલ્હી કેપિટલ્સની કમાન ડેવિડ વોર્નરના હાથમાં હતી. પરંતુ હવે ફરી એકવાર રિષભ પંત દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરતા જોવા મળશે. દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝીના સહ-માલિક પાર્થ જિંદાલે જણાવ્યું હતું કે, રિષભ પંત IPL 2024 માટે ફિટ થશે અને પ્રથમ મેચથી દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરશે. તેની તાજેતરની ઈજાને કારણે તે પ્રથમ સાત મેચમાં સંપૂર્ણ ધ્યાન બેટિંગ પર રાખશે. બાકીની સિઝન માટે તેની વિકેટકીપિંગ અંગે નિર્ણય લેવામાં આવશે.

રિષભ પંત IPLમાં વાપસી કરશે

રિષભ પંતની વાપસીથી દિલ્હી કેપિટલ્સ અને તેમના ચાહકોનો ઉત્સાહ ઘણો વધી ગયો છે. ચાહકો લાંબા સમયથી રિષભ પંતના મેદાનમાં વાપસીની રાહ જોઈ રહ્યા હતા. હવે ફરી એકવાર રિષભ પંતના નેતૃત્વમાં દિલ્હી કેપિટલ્સ ટીમ IPL 2024 રમવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. શરૂઆતની કેટલીક મેચોમાં પંત માત્ર બેટિંગ કરતો જોવા મળી શકે છે. પંત કેટલીક મેચોમાં વિકેટની પાછળ જોવા મળશે નહીં.

દિલ્હી કેપિટલ્સ 23 માર્ચથી IPL 2024માં તેનું અભિયાન શરૂ કરશે. દિલ્હી કેપિટલ્સનો પ્રથમ મુકાબલો 23 માર્ચે પંજાબ કિંગ્સ સાથે થશે. આ કારણે દિલ્હી કેપિટલ્સ તેમના હોમ ગ્રાઉન્ડ પર પણ IPLના પ્રારંભિક હાફની મેચો રમી શકશે નહીં. કારણ કે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) દિલ્હીમાં યોજાશે. જેની તમામ મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.

  • Follow us on: