• પંજાબ કિંગ્સે હૈદરાબાદને જીતવા માટે 215 રનનો ટાર્ગેટ આપ્યો હતો
  • સનરાઇઝર્સ હૈદરાબાદે અભિષેક શર્માની ઇનિંગની મદદથી હાંસલ કર્યો
  • પંજાબ કિંગ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે પંજાબ કિંગ્સને ચાર વિકેટે હરાવ્યું હતું. મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન જીતેશ શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબ કિંગ્સે હૈદરાબાદને જીતવા માટે 215 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે સનરાઇઝર્સ હૈદરાબાદે અભિષેક શર્માની ઇનિંગની મદદથી હાંસલ કરી હતી. હૈદરાબાદ માટે બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. IPL 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે 6 વખત 200 પ્લસ રનનો લક્ષ્યાંક રાખ્યો છે.

અભિષેક શર્માએ તોફાની ઇનિંગ રમી હતી

પંજાબ કિંગ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જ્યારે સ્ટાર ઓપનર ટ્રેવિસ હેડ પહેલા જ બોલ પર આઉટ થયો હતો. અર્શદીપ સિંહે તેને પેવેલિયનમાં મોકલ્યો હતો. પરંતુ આ પછી હૈદરાબાદના તમામ બેટ્સમેનોએ જોરદાર બેટિંગ કરી હતી. અભિષેક શર્માએ 28 બોલમાં 66 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. આ સિવાય રાહુલ ત્રિપાઠીએ 33 રન બનાવ્યા હતા. ત્યારબાદ નીતિશ રેડ્ડીએ મિડલ ઓર્ડરમાં આવીને શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 37 રન બનાવ્યા હતા. તેની વિકેટ હર્ષલ પટેલે લીધી હતી. હેનરિક ક્લાસને 42 રનનું યોગદાન આપ્યું હતું. આ બેટ્સમેનોના કારણે જ હૈદરાબાદની ટીમે સરળતાથી લક્ષ્યનો પીછો કર્યો હતો.

 ટીમ તરફથી અર્શદીપ સિંહ અને હર્ષલ પટેલે 2-2 વિકેટ ઝડપી હતી

પંજાબ કિંગ્સ માટે કોઈ બોલર સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. ટીમ તરફથી અર્શદીપ સિંહ અને હર્ષલ પટેલે 2-2 વિકેટ ઝડપી હતી. પરંતુ બંને બોલર ઘણા મોંઘા સાબિત થયા. અભિષેક શર્માને તેની શાનદાર ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે IPL 2024માં 6 વખત 200 પ્લસ રન બનાવ્યા છે. KKR અને RCBએ પણ IPL 2024માં 6 વખત 200 થી વધુ રન બનાવ્યા છે. હવે હૈદરાબાદે આ ટીમોની બરાબરી કરી લીધી છે.

પંજાબ કિંગ્સે 214 રન બનાવ્યા હતા

ઓપનર અર્થવ તાયડે અને પ્રભસિમરન સિંહે પંજાબને મજબૂત શરૂઆત અપાવી હતી. આ ખેલાડીઓએ પંજાબ કિંગ્સ માટે મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો. અથર્વે 27 બોલમાં 46 રન બનાવ્યા હતા. જ્યારે પ્રભાસિમરને 45 બોલમાં 71 રનનું યોગદાન આપ્યું હતું. તેણે પોતાની ઇનિંગમાં 7 ચોગ્ગા અને ચાર લાંબી છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય રિલે રૂસોએ 49 રનનું યોગદાન આપ્યું હતું. તે માત્ર એક રનથી પોતાની અડધી સદી ચૂકી ગયો હતો. અંતમાં જીતેશ શર્માએ શાનદાર બેટિંગ કરી હતી. તેણે માત્ર 15 બોલમાં 32 રન બનાવ્યા જેમાં બે ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. પંજાબ કિંગ્સે 214 રન બનાવ્યા હતા. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ટી નટરાજને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે પેટ કમિન્સ અને વિજયકાંતે 1-1 વિકેટ લીધી છે.

  • Follow us on: