- RCB સામે સનરાઇઝર્સ હૈદરાબાદે બન્યા મોટા રેકોર્ડ
- હૈદરાબાદે IPL ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો
- હૈદરાબાદે એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ
ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમમાં કંઈક એવું થયું જે આજ સુધી બન્યું નથી. સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે એક-બે નહીં પરંતુ ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે. હૈદરાબાદ માટે ટ્રેવિસ હેડે સદીની ઇનિંગ્સ રમી છે. હેડ હૈદરાબાદ માટે સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. હેડ સિવાય હેનરિક ક્લાસને પણ 67 રનની શાનદાર ઇનિંગ રમી છે. અંતમાં એડન માર્કરામ અને અબ્દુલ સમદે પણ તોફાની બેટિંગ કરી હતી. આ કારણે હૈદરાબાદ IPLમાં સૌથી મોટો સ્કોર કરવામાં સફળ રહ્યું છે.
IPLમાં સૌથી વધુ રન
હૈદરાબાદે IPL ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. પેટ કમિન્સની સેનાએ ફરી પોતાનો જ રેકોર્ડ તોડીને IPLનો સૌથી વધુ સ્કોર બનાવ્યો છે. આ મેચ પહેલા આ જ સિઝનમાં હૈદરાબાદે મુંબઈ સામે રમતા 277 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે RCBનો 263 રનનો રેકોર્ડ તોડ્યો હતો. હવે હૈદરાબાદે માત્ર 3 વિકેટના નુકસાન પર 287 રન બનાવી લીધા છે.
એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સ
હૈદરાબાદે એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. આ રેકોર્ડ પણ RCBના નામે હતો. બેંગલુરુએ 2013માં એક ઇનિંગમાં 21 સિક્સ ફટકારી હતી. હવે હૈદરાબાદે આ મેચમાં 22 છગ્ગા ફટકાર્યા છે. આવી સ્થિતિમાં હૈદરાબાદે આરસીબી સામે જ આરસીબીનો મોટો રેકોર્ડ તોડ્યો છે.
IPL ઇનિંગ્સમાં સૌથી વધુ સિકસ
- 22 SRH vs RCB બેંગલુરુ 2024
- 21 RCB vs PWI બેંગલુરુ 2013
- 20 RCB vs GL બેંગલુરુ 2016
- 20 DC વિ GL દિલ્હી 2017
- 20 MI vs SRH હૈદરાબાદ 2024
T20માં સૌથી વધુ રન બનાવાર બીજી ટીમ
હૈદરાબાદની ટીમ કોઈપણ T20 મેચમાં સૌથી વધુ સ્કોર બનાવનારી બીજી ટીમ બની ગઈ છે. નંબર વન પર નેપાળની ટીમ છે, જેણે મંગોલિયા સામે 314 રન બનાવ્યા હતા. નેપાળે પણ આ સ્કોર માત્ર 3 વિકેટના નુકસાને બનાવી લીધો હતો. હવે હૈદરાબાદ બીજા સ્થાને પહોંચી ગયું છે. હૈદરાબાદે 3 વિકેટના નુકસાન પર 287 રન બનાવ્યા છે.