• શુભમન ગિલ બની શકે છે ગુજરાત ટાઈટન્સના આગામી કેપ્ટન
  • ફ્રેન્ચાઈઝી તરફથી આ બાબતે કોઈ અપડેટ આવ્યું નથી
  • GTના હાર્દિક પંડ્યા હવે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમશે

આઈપીએલ 2024ને માટે થનારા ઓક્શન પહેલા તમામ ફ્રેન્ચાઈઝીને રિટેન અને રીલિઝ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ સમયે એ સમાચાર પણ આવી રહ્યા છે કે મુંબઈ ઈન્ડિયન્સના હાર્દિક પંડ્યાને ટ્રેડ કરી લેવાયા છે. હવે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ માટે રમશે. આ સમયે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે ગુજરાત ટાઈટન્સના આગામી કેપ્ટન કોણ હશે. આ માટે ટીમના શુભમન ગિલનું નામ સામે આવી રહ્યું છે. આઈપીએલ 2024માં તે કેપ્ટનશીપ કરતા જોવા મળી શકે છે.

શુભમન ગિલ કરશે કેપ્ટનશીપ

ગુજરાત ટાઈટન્સના ધૂંઆધાર બેટ્સમેન શુભમન ગિલ આઈપીએલ 2024માં ટીમની કેપ્ટનશીપ કરશે. મળતી માહિતિ અનુસાર એ સમાચાર સામે આવ્યા છે કે ફ્રેન્ચાઈઝીની તરફથી કોઈ પુષ્ટિ કરાઈ નથી, બીસીસીઆઈના એક અધિકારી અને આઈપીએલ સંચાલન પરિષદના એક સભ્યએ હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થવાને લઈને કહ્યું કે હા, હાર્દિકને ટ્રેડ ઓફ સાંજે 5 વાગે ખતમ થયું છે. હવે તે મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી છે.

હાર્દિકને માટે મુંબઈએ રીલિઝ કર્યો 17.5 કરોડનો ખેલાડી

ઉલ્લેખનીય છે કે મુંબઈ ઈન્ડિયન્સે ઓલરાઉન્ડર કેમરન ગ્રીનને ઓલ કેશ ડીલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને ટ્રેડ કરી દીધો છે. આ પછી ફ્રેન્ચાઈઝીની પાસે ગુજરાત ટાઈટન્સની સાથે ઓલ ઈન કેશ ટ્રેડ કરવા માટે જરૂરી રૂપિયા હતા. ગ્રીનને આઈપીએલ 2023માં મુંબઈએ ઓક્શનમાં 17.5 કરોડ રૂપિયાની રકમ આપી અને ખરીદ્યો. આ માટે જ્યાં સુધી તેમની ડીલ ફિક્સ થઈ ન હતી ત્યાં સુધી મુંબઈ ઈન્ડિયન્સની પાસે હાર્દિકને ખરીદવા માટે જરૂરી રૂપિયા ન હતા.

ગુજરાતને ડેબ્યૂ સીઝનમાં બનાવ્યા ચેમ્પિયન

આઈપીએલ 2022માં ડેબ્યૂ કરી રહેલા ગુજરાત ટાઈટન્સની ટીમને હાર્દિક પંડ્યાને 15 કરોડ રૂપિયા આપીને ટીમના કેપ્ટન બનાવાયા હતા. આઈપીએલમાં પહેલી વાર કેપ્ટનશીપ કરતા તેઓએ ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવ્યું હતું. આ પછી 2023માં પણ ટીમને ફાઈનલ સુધી લઈ જવામાં સફળ રહ્યા હતા. ચેન્નઈ સુપર કિંગ્સની સામે તેઓએ હારનો સામનો કર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે ભવિષ્યની યોજનાને ધ્યાનમાં રાખચા પંડયાને સાથે રાખ્યો કેમકે 2025માં મેગા ઓક્શન થશે અને તમામ ફ્રેન્ચાઈઝી યુવા ખેલાડીની સાથે એક નવી ટીમ બનાવવાની કોશિશ કરશે.  

  • Follow us on: