IPL 2025ની મેગા ઓક્શન પહેલા ઘણી ટીમોના કેપ્ટનોને લઈને એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે આ કેપ્ટન્સ નવી સિઝનમાં બદલાતા જોવા મળી શકે છે. એટલે કે આ ખેલાડીઓ તેમની જૂની ટીમો છોડી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત વિશે એવી અટકળો ચાલી રહી છે કે પંત IPL 2025ની મેગા ઓક્શન પહેલા દિલ્હી કેપિટલ્સ છોડી શકે છે. હવે પંતને લઈને એક મોટી માહિતી સામે આવી છે, જેનાથી ભારે હલચલ મચી ગઈ છે.
રિષભ પંત કઇ વાતથી નારાજ ?













