- ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે
- રિષભ પંત આગામી આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સથી અલગ થઈ શકે છે
- રિષભ પંત આગામી સિઝનમાં ચૈન્નઈ સુપર કિંગ્સમાં જોડાય શકે તેવી શક્યતાઓ છે
ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. રિષભ પંત આગામી આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સથી અલગ થઈ શકે છે. રિષભ પંત એવો ખેલાડી છે જેણે દિલ્હી માટે સૌથી વધુ મેચ રમી છે અને રન બનાવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ રિષભ પંતને સૌરવ ગાંગુલીનું સમર્થન છે, પરંતુ આ પછી પણ દિલ્હીની ટીમ તેને રિટેન નહીં કરે.
ચેન્નાઈ સુપરકિંગ્સમાં જોડાય શકે છે રિષભ
રિપોર્ટ્સ મુજબ રિષભ પંત દિલ્હી કેપિટલ્સ છોડી દે છે તો ચેન્નાઈ સુપર કિંગ્સ તેને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે. મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્યને લઈને સતત સવાલો ઉભા થઈ રહ્યા છે અને તે ગમે ત્યારે નિવૃત્તિ લઈ શકે છે. આવામાં ચેન્નાઈની ટીમને એક સારા વિકેટકીપર બેટ્સમેનની જરૂર પડશે, જે ધોનીનું સ્થાન લઈ શકે. આવી પરિસ્થિતિમાં તેની પાસે પંત સિવાય બીજો કોઈ સારો વિકલ્પ નહીં હોય.
રિષભ પંતનું આઈપીએલ કરિયર
રિષભ પંતે 2016માં દિલ્હી કેપિટલ્સ તરફથી ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી તે માત્ર દિલ્હીનો જ ભાગ છે. તે આઈપીએલમાં અત્યાર સુધીમાં 111 મેચ રમી ચૂક્યો છે. તેને 148ના સ્ટ્રાઈક રેટથી 3284 રન બનાવ્યા છે. તેને આઈપીએલમાં એક સદી અને 18 અડધી સદી ફટકારી છે. રિષભ પંત પાસે કેપ્ટનશિપનો અનુભવ પણ છે. તેની કપ્તાનીમાં દિલ્હીની ટીમ પણ 2021માં પ્લેઓફમાં પહોંચી હતી.
તમને જણાવી દઈએ કે રિષભ પંતનો અકસ્માત ડિસેમ્બર 2022માં થયો હતો. આ પછી તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અકસ્માતને કારણે તે લગભગ એક વર્ષ સુધી ક્રિકેટના મેદાનથી દૂર હતો. તેને આ વર્ષે આઈપીએલ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કમબેક કર્યું છે.