- ઈરફાન પઠાણના અંગત મેકઅપ આર્ટિસ્ટ ફૈયાઝ અંસારીનું નિધન
- વેસ્ટ ઈન્ડિઝમાં હોટલના સ્વિમિંગ પૂલમાં ડૂબીને જીવ ગુમાવ્યો હતો
- ઈરફાન પઠાણ ફૈયાઝને નાના ભાઈની જેમ પ્રેમ કરતો હતો
ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણના અંગત મેકઅપ આર્ટિસ્ટ ફૈયાઝ અંસારીનું જુલાઈમાં અવસાન થયું હતું. T20 વર્લ્ડકપ 2024 માટે ઈરફાન સાથે ગયેલા ફૈયાઝે વેસ્ટ ઈન્ડિઝમાં હોટલના સ્વિમિંગ પૂલમાં ડૂબીને જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માત 21 જૂને થયો હતો. ફૈયાઝના નિધનથી માત્ર તેનો પરિવાર જ નહીં પરંતુ ઈરફાન પણ શોકમાં ગરકાવ છે. ઈરફાનનો ફૈયાઝ સાથે ઘણા વર્ષોથી સંબંધ હતો. તે ફૈયાઝને નાના ભાઈની જેમ પ્રેમ કરતો હતો. ઈરફાને ફૈયાઝના નિધન પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.
ઈરફાન પઠાણએ કરી ઈમોશનલ પોસ્ટ
ઈરફાને શુક્રવારે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, “હું તમને જીવનમાં પાછા લાવવા માટે કંઈપણ કરીશ. હું તમને ખૂબ યાદ કરું છું." તેને ગુમાવવાની પીડા વ્યક્ત કરી શકાતી નથી. મેં આ પહેલા ક્યારેય અનુભવ્યું નથી. તેમનો હંમેશા હસતો ચહેરો અને તેમનું હંમેશા 'જી ભાઈ' બોલવું જીવનભર મારી સાથે રહેશે. મારા ભાઈ હું તને ખૂબ યાદ કરું છું.”
જાણો કોણ છે ફૈયાઝ
બિજનૌરના નગીનાનો રહેવાસી ફૈયાઝ મુંબઈમાં ઈરફાનના સંપર્કમાં આવ્યો હતો. આ પછી પૂર્વ ઓલરાઉન્ડરે અંસારીને પોતાનો અંગત મેકઅપ આર્ટિસ્ટ બનાવ્યો અને તેને આંતરરાષ્ટ્રીય પ્રવાસો પર પોતાની સાથે લઈ જવા લાગ્યો. ફૈયાઝના લગ્ન બે મહિના પહેલા જ થયા હતા. અચાનક બનેલા અકસ્માતથી પરિવારમાં અરેરાટી મચી ગઈ હતી. એક રિપોર્ટ અનુસાર, ફૈયાઝના પિતરાઈ ભાઈ મોહમ્મદ અહેમદે જણાવ્યું કે તે ઈરફાને જ મેક-અપ આર્ટિસ્ટના મૃતદેહને ભારત લાવવાની તમામ ઔપચારિકતાઓ પૂરી કરી હતી.