- વર્લ્ડકપ 2023માં ભારતે ઈંગ્લેન્ડને 100 રને હરાવ્યું
- જસપ્રીત બુમરાહે વર્લ્ડકપ 2023માં 14 વિકેટ લીધી
- વર્લ્ડકપ 2023માં સૌથી વધુ વિકેટ એડમ ઝમ્પાના નામે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી 29માં ભારતની 100 રને જીત થઇ છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 229 રન બનાવ્યા હતા. જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડ 129 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ મેચમાં જસપ્રીત બુમરાહએ 3 વિકેટ ઝડપી હતી. જસપ્રિત બુમરાહ સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.
અત્યાર સુધી આ બોલરોએ સૌથી વધુ વિકેટ લીધી છે
આ પહેલા પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી ત્રીજા સ્થાને હતો, પરંતુ હવે જસપ્રિત બુમરાહે તેને પાછળ છોડી દીધો છે. જો કે, જસપ્રિત બુમરાહે 6 મેચમાં 14 વિકેટ ઝડપી છે. પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી 13 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાનો સ્પિનર એડમ ઝમ્પા નંબર વન પર છે. એડમ ઝમ્પાએ 6 મેચમાં 19.06ની એવરેજથી 16 વિકેટ લીધી છે. આ પછી ન્યુઝીલેન્ડના સ્પિનર મિચેલ સેન્ટનર બીજા સ્થાને છે. મિચેલ સેન્ટનરે 6 મેચમાં 20.21ની એવરેજથી 16 ખેલાડીઓને આઉટ કર્યા છે.
આ બોલરો વર્લ્ડકપમાં પ્રભાવશાળી
સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર માર્કો યાન્સન પાંચમા નંબર પર છે. માર્કો યાન્સને 6 મેચમાં 22.31ની એવરેજથી 13 વિકેટ લીધી છે. આ પછી ગેરાલ્ડ કોત્ઝે છઠ્ઠા નંબર પર છે. સાઉથ આફ્રિકાના આ બોલરે 5 મેચમાં 22ની એવરેજથી 12 વિકેટ ઝડપી છે. આ સાથે જ ન્યુઝીલેન્ડનો ફાસ્ટ બોલર મેટ હેનરી સાતમા નંબર પર છે. આ બોલરે 6 મેચમાં 25.82ની એવરેજથી 11 ખેલાડીઓને આઉટ કર્યા છે. જ્યારે આઠમા નંબરે શ્રીલંકાના દિલશાન મધુશંકા છે. દિલશાન મધુશંકાએ 5 મેચમાં 24.55ની એવરેજથી 11 વિકેટ લીધી છે.