• કપિલ દેવને આવ્યો ગુસ્સો
  • કોહલી અને ગંભીરને સંભળાવી દીધું
  • કપિલ દેવનું નિવેદન સો.મીડિયા પર ચર્ચાનો વિષય

IPL 2023ની સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડી વિરાટ કોહલી અને લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીર વચ્ચે ઝઘડો થયો હતો. આ વિવાદ ઘણા લાંબા સમય સુધી ચાલ્યો હતો, ત્યારે હવે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરને આડે હાથ લીધાા છે. તેમણે કહ્યું કે, IPL દરમિયાન ગંભીર અને કોહલી વચ્ચે જે થયું, તે દુઃખદ છે.

કોહલી અને ગંભીરને આડે હાથ લીધા

કપિલ દેવે કહ્યું કે, કોહલી વિશ્વના સૌથી સારા બેટ્સમેન છે. સાથે ગૌતમ ગંભીર સંસદ સભ્ય છે. આ બંનેનું આવું વર્તન યોગ્ય કહેવાય નહીં. કપિલ દેવનું આ નિવેદન અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. સોશિયલ મીડિયા યૂઝર્સ પણ કપિલ દેવના આ નિવેદન પર કોમેન્ટ્સ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ગૌતમ ગંભીર અને કોહલી અગાઉ પણ વિવાદમાં આવ્યા હતા

ઉલ્લેખનીય છે કે, IPL 2023ની સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડી વિરાટ કોહલી અને લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીર વચ્ચે ઝઘડો થયો હતો. આ વિવાદ ઘણા લાંબા સમય સુધી ચાલ્યો હતો. જો કે, ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીનો વિવાદ સાથે જૂનો સંબંધ છે. બંને ખેલાડી વચ્ચે IPL 2013માં પણ ઝઘડો થયો હતો. જે બાદ અનેક મેચ દરમિયાન વિરાટ અને ગંભીર આમને-સામને આવ્યા હતા.

  • Follow us on: