• કાવ્યાની ટીમ હૈદરાબાદે શાનદાર પ્રદર્શન કર્યું હતું
  • SRHની ટીમે મુંબઈને 31 રને હરાવ્યું
  • ઐતિહાસિક મેચ દરમિયાન કાવ્યા રહી હાજર

સનરાઈઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારન મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ જોવા પહોંચી હતી. કાવ્યાની ટીમ હૈદરાબાદે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે મુંબઈને 31 રને હરાવ્યું. આ સાથે હૈદરાબાદે IPLનો સૌથી મોટો સ્કોર પણ બનાવ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદની જીત બાદ કાવ્યા મારન ઘણી ખુશ દેખાતી હતી. તેણે જીત બાદ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. કાવ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

ઐતિહાસિક મેચ દરમિયાન કાવ્યા રહી હાજર

કાવ્યા અવારનવાર હૈદરાબાદમાં મેચ જોવા આવે છે. મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે રમાયેલી ઐતિહાસિક મેચ દરમિયાન તે રાજીવ ગાંધી સ્ટેડિયમમાં હાજર હતી. તેણે મેચ દરમિયાન ખેલાડીઓને પ્રોત્સાહિત પણ કર્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માને આઉટ કરવાથી કાવ્યા પણ ઘણી ખુશ હતી. હૈદરાબાદની જીત બાદ તેણે ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ખુશી વ્યક્ત કરી હતી. કાવ્યાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે.

 

હૈદરાબાદને આ સિઝનની પોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા 4 રને પરાજય પામ્યા હતા. પરંતુ હૈદરાબાદે શાનદાર વાપસી કરીને મુંબઈ સામે જીત મેળવી હતી. હૈદરાબાદે IPLના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો. તેણે 277 રન બનાવ્યા હતા. આ દરમિયાન હેનરિક ક્લાસેન, અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ક્લાસને અણનમ 80 રન બનાવ્યા હતા. અભિષેકે 63 રન અને હેડે 62 રનનું યોગદાન આપ્યું હતું.

  • Follow us on: