• ખેલાડીએ શરૂ કરી બોલિંગની પ્રેક્ટિસ
  • ખેલાડી ઈજાના કારણે ટી20 અને વર્લ્ડકપથી બહાર રહ્યો
  • શમીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી 2023 વર્લ્ડકપ બાદ ફરી એકવાર વાપસી કરવા માટે તૈયાર છે. જો કે તે અત્યારે પોતાની પૂરી તાકાતથી બોલિંગ નથી કરી રહ્યો, પરંતુ તેણે શરૂઆત કરી છે. ટીમ ઈન્ડિયાના ચાહકો માટે આ સારા સમાચાર છે કારણ કે આ ઈજાના કારણે તેઓ આ વર્ષે આઈપીએલ અને ટી20 વર્લ્ડકપ રમી શક્યા નથી.

સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો

મોહમ્મદ શમીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે ટ્રેનિંગ કરતો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે શમીને વર્લ્ડકપ દરમિયાન એડીમાં ઈજા થઈ હતી. આ ઈજાના કારણે તે લગભગ 6 મહિનાથી ક્રિકેટના મેદાનથી દૂર છે. 2 દિવસ પહેલા તેણે ઈન્સ્ટાગ્રામ પર પ્રેક્ટિસ કરતો વીડિયો શેર કર્યો છે. આ જોઈને લાગે છે કે તે જલ્દી ટીમમાં વાપસી કરશે.

 

શમીએ બોલિંગ શરૂ કરી

મોહમ્મદ શમી ગયા વર્ષે યોજાયેલા ODI વર્લ્ડકપ 2023 બાદથી ટીમથી દૂર છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં જ તેની સર્જરી થઈ હતી. આવી સ્થિતિમાં તે પોતાની ફિટનેસ પાછી મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેના બાળપણના કોચ બદરુદ્દીન સિદ્દીકીએ તાજેતરના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'શમીએ બોલિંગ શરૂ કરી દીધી છે. તે અત્યારે સંપૂર્ણ રનર અપ સાથે બોલિંગ નથી કરી રહ્યો. તેણે હમણાં જ નેટમાં બોલ ફેંકવાનું શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં તે જલ્દી જ પૂરી તાકાતથી બોલિંગ કરી શકે છે.

બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં વાપસી કરી શકે છે

આ પહેલા શમીની વાપસી અંગે કહેવામાં આવ્યું હતું કે તે બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં વાપસી કરી શકે છે. ભારતે આ વર્ષે બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાનો છે. ભારતને ઓસ્ટ્રેલિયામાં 5 મેચની શ્રેણી રમવાની છે. આ સિરીઝમાં મોહમ્મદ શમીએ મહત્વની ભૂમિકા ભજવવી પડશે. આવી સ્થિતિમાં BCCI અત્યારે શમીની વાપસીમાં ઉતાવળ કરવા માગતું નથી.

  • Follow us on: