- ફાસ્ટ બોલર કુલદીપ સેન બીજી ODIમાંથી બહાર
- બીજી ODIની શરૂઆતમાં રોહિત શર્માની આંગળીમાં થઈ ઈજા
- સિરીઝની શરૂઆતમાં રિષભ પંત પ્રવાસમાંથી ખસી ગયો હતો
ટીમ ઈન્ડિયા બુધવારે બાંગ્લાદેશ સામે બીજી ODI રમી રહી છે. કુલદીપ સેન આ મેચમાં પ્લેઈંગ-11નો ભાગ નથી, મેડિકલ ટીમે તેને આરામ કરવાની સલાહ આપી છે.
ટીમ ઈન્ડિયાને વધુ એક આંચકો
બુધવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ODI શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં 0-1થી પાછળ છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાને વધુ એક મોટો આંચકો લાગ્યો છે કારણ કે અહીં અન્ય એક ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે. ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર કુલદીપ સેન બીજી ODIમાં પસંદગી માટે ઉપલબ્ધ નહોતો.

કુલદીપને આરામની સલાહ આપવામાં આવી
BCCI દ્વારા જણાવવામાં આવ્યું છે કે કુલદીપ સેનની પીઠમાં કોઈ સમસ્યા હતી જે પ્રથમ ODI દરમિયાન બહાર આવી હતી. BCCIની મેડિકલ ટીમ તેની સંભાળ લઈ રહી છે અને તેને આરામની સલાહ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં તે બીજી વનડેમાં પસંદગી માટે ઉપલબ્ધ ન હતો. કુલદીપ સેને આ સિરીઝની પ્રથમ મેચમાં ODIમાં ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેને બે વિકેટ મળી હતી. પરંતુ તે બીજી મેચમાંથી બહાર થયો હતો, ટીમ મેનેજમેન્ટને આશા છે કે તે ત્રીજી ODI સુધી ફિટ થઈ જશે.
રોહિત શર્માની આંગળીમાં ઈજા
આ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા માટે સતત ખરાબ સમાચાર આવી રહ્યા છે. સિરીઝની શરૂઆત પહેલા વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત પણ પ્રવાસમાંથી ખસી ગયો હતો, મેડિકલ ટીમે પણ તેણે આરામની સલાહ આપી હતી. હવે કુલદીપ સેન પણ અનફિટ થઈ ગયો છે, જ્યારે બીજી ODIની શરૂઆતમાં રોહિત શર્માની આંગળીમાં ઈજા થઈ હતી.

ટીમ ઇન્ડિયા:
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક
બાંગ્લાદેશ:
નજમુલ હુસેન શાંતો, લિટ્ટન દાસ (કેપ્ટન), અનામુલ હક, શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ (વિકેટકીપર), મહમુદુલ્લાહ, અફીફ હુસૈન, મેહિદી હસન મિરાઝ, નસુમ અહેમદ, ઈબાદત હુસૈન, મુસ્તફિઝુર રહેમાન