- બ્રેન્ડન કિંગ T20 વર્લ્ડકપ 2024માંથી થયો બહાર
- સ્નાયુઓમાં ખેંચાણની સમસ્યાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર
- બ્રેન્ડન કિંગની જગ્યાએ કાયલ મેયર્સનો ટીમમાં સમાવેશ
T20 વર્લ્ડકપ 2024માં યજમાન વેસ્ટ ઈન્ડિઝની ટીમને સ્ટાર ખેલાડી બ્રેન્ડન કિંગના રૂપમાં મોટો ઝટકો લાગ્યો છે, જે હવે સ્નાયુઓમાં ખેંચાણની સમસ્યાને કારણે સમગ્ર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. બ્રાન્ડન કિંગની જગ્યાએ વિન્ડીઝ ક્રિકેટે 31 વર્ષીય ઓલરાઉન્ડર કાયલ મેયર્સનો ટીમમાં સમાવેશ કર્યો છે.
કિંગની જગ્યાએ મેયર્સ ટીમનો ભાગ બન્યો
બ્રેન્ડન કિંગની જગ્યાએ વિન્ડીઝ ક્રિકેટે 31 વર્ષીય ઓલરાઉન્ડર કાયલ મેયર્સને પોતાની ટીમનો ભાગ બનાવ્યો છે. મેયર્સ અત્યાર સુધીમાં 37 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. જ્યારે મેયર્સ તેની આક્રમક બેટિંગ માટે જાણીતા છે, ત્યારે જરૂર પડ્યે તે બોલિંગ વિકલ્પ તરીકે પણ ઉપલબ્ધ છે.
ઇંગ્લેન્ડ સામેની સુપર 8 મેચ દરમિયાન, બ્રેન્ડન કિંગને બેટિંગ કરતી વખતે સ્નાયુમાં ખેંચાણ આવી હતી, જેના પછી તે રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી તેને સ્કેનિંગ માટે મોકલવામાં આવ્યો હતો અને તેનો રિપોર્ટ આવ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે કાઈલ મેયર્સને રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે પોતાની ટીમનો ભાગ બનાવવાનો નિર્ણય કર્યો છે.
શાઈ હોપને પ્લેઈંગ-11માં મળી તક
વેસ્ટ ઈન્ડિઝની ટીમે બ્રેન્ડન કિંગની જગ્યાએ શાઈ હોપને યુએસએ સામેની સુપર 8 મેચ માટે તેની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો હતો. શાઈ હોપે યુએસએ સામેની મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હોપે 39 બોલમાં 4 ફોર અને 8 સિકસની મદદથી 82 રનની અણનમ ઈનિંગ રમીને ટીમને જીત તરફ દોરી હતી.