• અફઘાનિસ્તાન ટીમ માટે T20 વર્લ્ડકપ અત્યાર સુધી સારો રહ્યો
  • ખાવાના મામલે અફઘાનિસ્તાન ટીમ માટે પડકારો ઉભા થયા
  • અફઘાનિસ્તાન ટીમને બાર્બાડોસમાં હલાલ નથી મળી રહ્યું

T20 વર્લ્ડકપ 2024 અફઘાનિસ્તાન ટીમ માટે અત્યાર સુધી સારો રહ્યો છે. ટીમે ગ્રુપ સ્ટેજમાં સારું પ્રદર્શન કરીને સુપર-8માં સ્થાન મેળવ્યું હતું. આ વર્લ્ડકપ ખાવાના મામલે અફઘાનિસ્તાન ટીમ માટે ખૂબ જ ખરાબ રહ્યો. ટીમના ખેલાડીઓને જાતે જ ભોજન બનાવવાની ફરજ પડી છે. પણ આમ કેમ? હકીકતમાં, અફઘાનિસ્તાન ટીમને બાર્બાડોસમાં હલાલ માંસ નથી મળી રહ્યું, જેના કારણે ખેલાડીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

હોટલમાં જમવા મામલે મુશ્કેલી

આ પહેલા 2023માં ભારતની ધરતી પર રમાયેલા ODI વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનને ખાવાના મામલે કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો, પરંતુ બાર્બાડોસમાં તેઓ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ તમામ બાબતોનો ખુલાસો ટીમના ખેલાડીઓએ કર્યો હતો. ટીમના એક ખેલાડીએ કહ્યું કે અહીંની હોટલમાં હલાલ મીટ ઉપલબ્ધ નથી.

જમવાનું અમે જાતે બનાવીયે છીએ

હલાલ માંસ એવી વસ્તુ છે જે અફઘાન ખેલાડીઓના મેનૂમાં હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટીમના ખેલાડીએ કહ્યું, "અમારી હોટલમાં હલાલ માંસ ઉપલબ્ધ નથી. કેટલીકવાર અમે તેને જાતે બનાવીયે છીએ અને ક્યારેક બહાર જઈએ છીએ. ભારતમાં યોજાયેલા છેલ્લા વર્લ્ડકપમાં બધું સારું હતું. અહીં હલાલ માંસની સમસ્યા સેન્ટ લુસિયામાં હતી, પરંતુ તમામ સ્થળોએ નહીં. એક મિત્રએ અમારા માટે તે ગોઠવ્યું અને અમે જાતે બનાવ્યું."

ટીમના અન્ય એક ખેલાડીએ વેસ્ટ ઈન્ડિઝની ખામીઓ વિશે વાત કરતા કહ્યું, "ફ્લાઇટ અને ટ્રેનિંગના સમયપત્રકમાં પણ અનિશ્ચિતતા છે. અમને ઘણીવાર છેલ્લી ઘડીએ કહેવામાં આવે છે. અમે સમજીએ છીએ કે આયોજકો લોજિસ્ટિક્સને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. જે કેરેબિયનમાં બીજે ક્યાંય કરતાં મોટો પડકાર છે."

અફઘાનિસ્તાને સુપર-8માં હાર સાથે શરૂઆત કરી

તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાને સુપર-8માં પોતાની પ્રથમ મેચ ભારત સામે રમી હતી, જેમાં તેને 47 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે સુપર-8માં ટીમની બીજી મેચ ઓસ્ટ્રેલિયા સામે 23 જૂને થશે.


  • Follow us on: