- મેક્સવેલ-સ્મિથ સહિતના ખેલાડીઓ કરાશે રિપ્લેસ
- ભારત પાસે સીરીઝ જીતવાનો મોકો
- શ્રેયસ ઐય્યરને બનાવાશે વાઇસ કેપ્ટન
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી T20 મેચમાં ભારતીય ટીમે પોતાની પકડ મજબૂત કરી લીધી હતી પરંતુ ગ્લેન મેક્સવેલ નામના તોફાને મામલો બગાડી નાખ્યો અને ટીમ ઈન્ડિયા 5 વિકેટે મેચ હારી ગઈ. મેક્સવેલે તોફાની અંદાજમાં બેટિંગ કરી અને અણનમ સદી ફટકારી જો કે ટી-20 સીરીઝમાં હજુ 2 મેચ બાકી છે, જો ભારતીય ટીમ બેમાંથી એક મેચ જીતી જશે તો તે સીરીઝ જીતી લેશે. ચાહકોને ડર છે કે મેક્સવેલ ફરીથી પાયમાલી સર્જી શકે છે પરંતુ એવું થશે નહીં. ભારતીય ટીમને પણ રાહત મળવાની છે કારણ કે મેક્સવેલ નહીં રમે.છે.
જો કે T20I સીરીઝમાં હજુ 2 મેચ રમાવાની બાકી છે, જો ભારતીય ટીમ બેમાંથી એક મેચ જીતી જશે તો તે સીરીઝ જીતી લેશે. ચાહકોને ડર છે કે મેક્સવેલ ફરીથી તોફાન મચાવી શકે છે પરંતુ એવું થશે નહીં. ભારતીય ટીમને પણ રાહત મળવાની છે કારણ કે મેક્સવેલ ચોથી T20 નહીં રમે.
પોતાના ઘરે જશે મેક્સવેલ
વર્લ્ડ કપ બાદ ઓસ્ટ્રેલિયાના 7 ખેલાડીઓ ભારતમાં હતા અને T20 સિરીઝ રમી રહ્યા હતા. હવે તેમાંથી છ ખેલાડીઓ તેમના દેશમાં પાછા જશે. તેમાં મેક્સવેલનું નામ પણ સામેલ છે. ત્રીજી ટી20 પહેલા જ સમાચાર આવ્યા હતા કે મેક્સવેલ સહિત કેટલાક ખેલાડીઓ છેલ્લી બે મેચ નહીં રમે. સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, એડમ ઝમ્પા, સીન એબટ, માર્કસ સ્ટોઈનીસ, જોશ ઈંગ્લીસ વગેરે જેવા ખેલાડીઓ ઘરે પરત ફરશે અને રમશે નહીં. ટીમ ઈન્ડિયા પાસે શ્રેણી જીતવાની ઘણી સારી તક હશે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં જોશ ફિલિપ અને બેન મેકડર્મોટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગ્લેન મેક્સવેલની તોફાની બેટીંગ
ગ્લેન મેક્સવેલે ગુવાહાટી T20 મેચમાં તબાહી મચાવીને ટીમ ઈન્ડિયા પાસેથી મેચ છીનવી લીધી હતી. 222 રન બનાવ્યા બાદ ભારતીય ટીમ તેનો બચાવ કરી શકી ન હતી. ઓસ્ટ્રેલિયન ટીમે શ્રેણી જીતી અને પોતાની જાતને જાળવી રાખી અને બંને ટીમો પાસે હજુ પણ ટ્રોફી ઉપાડવાની તક છે. મોટા નામોની વિદાય બાદ ઓસ્ટ્રેલિયા આગામી બે મેચમાં કેવું પ્રદર્શન કરશે તે જોવું રહ્યું. ચોથી T20 મેચ રાયપુરમાં 1 ડિસેમ્બરે રમાવાની છે. આગામી મેચમાં પણ ભારતીય ટીમમાં ફેરફાર થવાનો છે. શ્રેયસ ઐય્યર ભારતીય ટીમમાં વાઇસ કેપ્ટન તરીકે જોડાશે.