• પોલાર્ડ એમઆઈ ન્યૂયોર્કના કેપ્ટન છે
  • પોલાર્ડે ફટકારી સૌથી લાંબી સિક્સ
  • કેમરન ગૈને ફેંકી હતી બોલ

અમેરિકામાં અત્યારે મેજર લીગ ક્રિકેટ રમવામાં આવી રહી છે. જેમાં કિરોન પોલાર્ડે એમઆઈ ન્યૂયોર્કના કેપ્ટન છે. લીગમાં સિએટલ ઓર્કોસ વિરુદ્ધ રમવામાં આવેલી મેચમાં એમઆઈ ન્યૂયોર્કના કેપ્ટન પોલાર્ડે ટૂર્નામેન્ટનો સૌથી લાંબી 110 મીટરની સિક્સ ફટકારી હતી. તેમણે આ સિક્સ વિરોધી ટીમના ફાસ્ટ બોલર કેમરન ગૈનની બોલ પર ફટકારી હતી.

પોલાર્ડે બનાવ્યા 34 રન

પોલાર્ડની આ સિક્સનો વીડિયો મેજર લીગ ક્રિકેટના અધિકૃત સોશિયલ મીડિયા પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોના કેપ્શનના માધ્યમથી સિક્સની લંબાઈ બતાવવામાં આવી છે. જેમાં આગળ લખવામાં આવ્યું કે, કિરોન પોલાર્ડ મેજર લીગ ક્રિકેટમાં સૌથી લાંબા સિક્સ સાથે. ઉલ્લેખનીય છે કે, કેપ્ટન પોલાર્ડે પોતાની ટીમ માટે 18 બોલમાં 1 ફોર અને 3 સિક્સની મદદથી 34 રન બનાવ્યા હતા.


200ના સ્ટ્રાઈક રેટ સાથે પૂરને બેટિંગ કરી

મેચમાં સિએટલ ઓર્કોસે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગ કરવા આવેલી એમઆઈ ન્યૂયોર્કે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 194 રન બનાવ્યા હતા. ટીમમાટે વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરને 3 ફોર અને 7 સિક્સની મદદથી 68 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમનો સ્ટ્રાઈક રેટ 200નો હતો.

એમઆઈ ન્યૂયોર્ક મેચ હારી

194 રનનો પીછો કરવાા ઉતરેલી સિએટલ ઓર્કોસે 19.2 ઓવરમાં મેચ જીતી હતી. ટીમ તરફથી હેનરિક ક્લાસેને નંબર 4 પર બેટિંગ કરીને 44 બોલમાં 9 ફોર અને 7 સિક્સની મદદથી અણનમ 110 રન બનાન્યા હતા. આ દરમિયાન તેમનો સ્ટ્રાઈક રેટ 250નો રહ્યો હતો. આ ઉપરાંત ઓપનર નૌમાન અનવરે 170ના સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરીને 6 ફોર અને 3 સિક્સની મદદથી 51 રન બનાવ્યા હતા.

  • Follow us on: