• ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમની જીત
  • ભારતે મલેશિયાને 4-3થી હરાવ્યું
  • એમ.કે સ્ટાલિને 1.10 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી

ચેન્નઈમાં એશિયાઈ ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલમાં ભારતીય ટીમે મલેશિયાની ટીમને 4-3થી હરાવીને ચેમ્પિયન ટ્રોફીનો ખિતાબ જીત્યો છે, ત્યારે આ જીતને લઈ તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિને ભારતીય હોકી ટીમના સભ્યોને 1.10 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ પહેલાં હોકી ઈન્ડિયાએ પણ ટીમના દરેક ખેલાડીને 3 લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફને 1.5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.


મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને આપી માહિતી

મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યું કે, ટીમ ઈન્ડિયાને સંઘર્ષપૂર્ણ વાપસી સાથે પોતાનો ચોથી એશિયન ચેમ્પિયન ટ્રોફીનો ખિતાબ જીતવા માટે શુભેચ્છા. ચેન્નઈ પોતાની રમત-પ્રેમી ભાવના માટે પ્રખ્યાત છે.ચેન્નઈ એક શાનદાર મેજબાન રહ્યું છે. ટ્રોફી વિતરણ સમારોહની શોભા વધારવા માટે હું અનુરાગ ઠાકુરનો પણ આભાર માનું છું. મને ભારતીય ટીમની શાનદાર જીત માટે 1 કરોડ 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં ખુશી થઈ રહી છે.


હોકી ઈન્ડિયાના અધ્યક્ષે પણ ઈનામની જાહેરાત કરી

હોકી ઈન્ડિયાના અધ્યક્ષ ડૉ.દિલીપ ટિર્કીએ પણ પોતાના અધિકૃત નિવેદનમાં ઈનામની જાહેરાત કરી છે. તેમણે ભારતીય પુરુષ હોકી ટીમના દરેક ખેલાડીને 3 લાખ રૂપિયા અને સપોર્ટ સ્પાફને 1.50 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

ભારતે ચોથી વખત ખિતાબ જીત્યો

ઉલ્લેખનીય છે કે, શનિવારે ચેન્નઈમાં રમવામાં આવેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલ મેચમાં ભારતે મલેશિયાને 4-3થી હરાવીને ઈતિહાસ રચ્યો હતો. ભારતે ચોથી વખત આ ટ્રોફી પોતાના નામે કરી હતી. હાફ ટાઈમ સુધી ભારત 1-3થી મલેશિયાથી પાછળ હતું, પરંતુ ત્રીજા હાફમાં ભારતે 2 ગોલ કરીને સ્કોર બરાબર કર્યો હતો. પછી ચોથા હાફમાં આકાશદીપ સિંહના ગોલથી ભારતે 4-3થી લીડ મેળવીને ખિતાબ જીત્યો હતો.


  • Follow us on: