- આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ
- મહોમ્મદ શમીએ આ મેચમાં 5 વિકેટ ઝડપી
- શમીએ વર્લ્ડકપમાં બીજી વખત 5 વિકેટ ઝડપી
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ 2023માં પાંચમી મેચમાં વાપસી કરી છે. આ મેચમાં મહોમ્મદ શમીએ 10 ઓવરમાં 54 રન આપીને 5 વિકેટ ઝડપી છે. ODI વર્લ્ડકપમાં આ તેની બીજી વખત 5 વિકેટ ઝડપી હતી. આવું કરનાર તે પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. આ સાથે જ તે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વખત ચાર પ્લસ વિકેટ લેનાર બોલરોની યાદીમાં સંયુક્ત રીતે બીજો બોલર બની ગયો છે. ઉપરાંત, આ ODI વર્લ્ડકપમાં તેનો શ્રેષ્ઠ સ્પેલ હતો.
ભારતનો ત્રીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર
મોહમ્મદ શમીએ વર્લ્ડકપ 2023માં પોતાની પ્રથમ મેચ રમી છે. આ મેચમાં તેણે પાંચ વિકેટ ઝડપી હતી અને ODI વર્લ્ડકપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બીજો બોલર બન્યો હતો. આ મેચમાં એક વિકેટ લેતાની સાથે જ આ ઇનિંગમાં અનિલ કુંબલેને પાછળ છોડી દીધો. હવે આ લિસ્ટમાં માત્ર જવાગલ શ્રીનાથ અને ઝહીર ખાન તેની ઉપર છે. ઝહીર અને શ્રીનાથ બંનેએ 44-44 વિકેટ લીધી હતી. તે ODI વર્લ્ડકપમાં બે વખત પાંચ વિકેટ લેનારો પ્રથમ ભારતીય બન્યો હતો. તેણે આ મામલે પાંચ દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.
ODI વર્લ્ડકપમાં 5 વિકેટ ઝડપનાર ભારતીય
મોહમ્મદ શમી ODI વર્લ્ડકપમાં બે વખત પાંચ વિકેટ લેનારો પ્રથમ ભારતીય બન્યો છે. ત્યાર પછી કપિલદેવ, વેંકટેશ પ્રસાદ, રોબિન સિંઘ, આશિષ નેહરા અને યુવરાજ સિંહ એક- એક વખત 5 વિકેટ ઝડપી છે.
શમીનો વધુ એક ચમત્કાર
વર્લ્ડકપના ઇતિહાસમાં સૌથી વધુ વખત ચારથી વધુ વિકેટ લેવાની વાત કરીએ તો મોહમ્મદ શમીએ ઈમરાન તાહિરની બરાબરી કરી લીધી છે. તેની ઉપર માત્ર મિચેલ સ્ટાર્ક છે જેણે 6 વખત ચારથી વધુ વિકેટ લીધી છે. જ્યારે શમી અને તાહિરે ODI વર્લ્ડકપમાં પાંચ-પાંચ વખત ચાર વિકેટ લીધી છે. મોહમ્મદ શમી એક એવો બોલર પણ છે જેણે ગત ODI વર્લ્ડકપમાં હેટ્રિક લીધી હતી. તેની શાનદાર બોલિંગને કારણે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 273 રન પર રોકી દીધું હતું. છેલ્લી 10 ઓવરમાં ન્યુઝીલેન્ડ ટીમ માત્ર 54 રન બનાવી શકી હતી અને તેણે 6 વિકેટ ગુમાવી દીધી હતી.