• હું ભારતના દરેક મંચ પર સજદા કરી શકું છુંઃ શમી
  • શમીએ વનડે વિશ્વ કપમાં શ્રીલંકા સામે 5 વિકેટ લીધી
  • શમી એ મેચમાં 5 વિકેટ લેતા જ ઘૂંટણિયે બેસી ગયા હતા

આઈસીસી વન ડે વર્લ્ડ કપ 2023માં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ કહેર મચાવી દીધો હતો, શમી શરૂઆતની 4 મેચમાં રમી શક્યો ન હતો. આ પછી તેને અવસર મળ્યો તો તેણે ટૂર્નામેન્ટના અન્ય 7 મેચમાં કહેર વરસાવ્યો. આ સમયે શમીએ 5.26ની સરેરાશથી સૌથી વધારે 24 વિકેટ લીધી હતી.

શમીનું સજદા કોન્ટ્રોવર્સની લઈને નિવેદન

મળતી માહિતિ અનુસાર શમીએ કહ્યું કે હું સજદા કરવા ઈચ્છું તો કોણ રોકશે..મારે સજદા કરવા હશે તો કરીશ. તેમાં શું તકલીફ છે. હું ગર્વથી કહું છું કે હું મુસલમાન છું, હું ગર્વથી કહીશ કે હું એક ભારતીય છું. તેમાં શું તકલીફ છે. જો મને સજદા કરવા માટે પરમિશન લેવી પડે તો એવા દેશમાં શા માટે રહેવું જોઈએ. શું મેં પહેલા કયારેય 5 વિકેટ લીધા બાદ આવું કર્યું છે. મેં અનેકવાર 5 વિકેટ લીધી છે. તમે મને કહો કે ક્યાં સજદા કરવી છે, હું ત્યાં જઈને સજદા કરીશ.

ભારતમાં દરેક મંચ પર સજદા કરી શકું છું

શમીએ કહ્યું મે જોયું કે ઈન્સ્ટાગ્રામ પર સજદાને લઈને અનેક પોસ્ટ છે. શું મેં પહેલા ક્યારેય આવું કર્યું છે...5 વિકેટ તો મેં પહેલા પણ લીધા છે. ત્યારે તો મેં સજદા નથી કર્યા પણ મારે સજદા કરવા હોય તો ક્યાં જવું એ કહો. હું ભારતના કોઈ પણ મંચ પર સજદા કરી શકું છું. કોઈ મને પ્રશ્ન કરીને બતાવે. આ લોકો પરેશાન કરે છે, કોઈને પ્રેમ નથી કરતા. શમીએ કહ્યું કે તે છઠ્ઠી ઓવર હતી અને 3 તો આઉટ થઈ ચૂક્યા હતા. આ સમયે મારા મનમાં હતું કે આવનારી 3-4 ઓવરમાં 5 વિકેટ લઉં. ત્યારે હું ફૂલ એફર્ટ 200 ટકાથી આપી રહ્યો હતો અને મારી ક્ષમતાથી પણ વધારે થાકી ચૂક્યો હતો. મેં 5 વિકેટ લીધી તો ઘૂંટણિયે બેસી ગયો. લોકો તેનું મીમ્સ બનાવવા લાગ્યા. લોકો આટલા નવરા છે, તેમની પાસે કોઈ કામ જ નથી.

 

થાકી જવાના કારણે બેસી ગયો હતો

શમીએ વધુમાં કહ્યું કે આ પ્રકારના લોકો કોઈના કહેવાથી રોકાતા નથી, તેઓ ફક્ત અશાંતિ ફેલાવવા ઈચ્છે છે. મેં શ્રીલંકાની સામે મેચમાં 200 ટકા એફર્ટની સાથે બોલિંગ કરી. ઝડપથી વિકેટ પડી રહી હતી અને 3 વિકેટ લીધા બાદ મેં વિચાર્યું કે હજુ એક વિકેટ લેવી પડશે. હું થાકી ગયો હતો. મેં બોલિંગમાં પ્રાણ પૂર્યો. જ્યારે મને 5મી વિકેટ મળી તે ઘૂંટણિયે બેસી ગયો. લોકો તેને અલગ રીતે જોવા લાગ્યા. મને લાગે છે કે લોકો જે રીતે વાતો કરી રહ્યા છે તેમની પાસે કોઈ અન્ય કામ નથી.

આફ્રિકા જવા ટેસ્ટ સીરિઝને માટે તૈયાર છે શમી

ભારતીય ટીમ આ સમયે સાઉથ આફ્રિકામાં મેચ રમવા પહોંચી છે. આ બંને ટીમની વચ્ચે 3જી ટી20 અને 2 ટેસ્ટ મેચની સીરિઝ રમાવવાની છે. ટી20 સીરિઝની 2 મેચ થઈ ચૂકી છે જેમાં ભારત 0-1થી પાછળ છે. શમીને આફ્રિકાના પ્રવાસે ટેસ્ટ સીરિઝ રમવાની છે પણ તેના માટે તેણે ફિટનેસ સાબિત કરવાની રહેશે.  

  • Follow us on: