- વર્લ્ડકપ 2023માં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યું
- વર્લ્ડકપ 2023માં ભારતની સતત પાંચમી જીત
- વર્લ્ડકપ 203માં કોહલીએ રોહિતને પાછળ છોડ્યો
વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને સતત પાંચમી જીત નોંધાવી હતી. આ મેચમાં જીતનો હિરો વિરાટ કોહલી રહ્યો હતો. વિરાટ કોહલીએ 104 બોલમાં 95 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન વિરાટ કોહલી વર્લ્ડકપ 2023માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં રોહિત શર્માને પાછળ છોડી ટોચ પર પહોંચી ગયો છે. હવે રોહિત શર્મા બીજા સ્થાને સરકી ગયો છે.
કોહલીએ રોહિતને પાછળ છોડ્યો
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ અત્યાર સુધી 5 મેચમાં 118ની એવરેજથી 354 રન બનાવ્યા છે. જ્યારે રોહિત શર્માએ 5 મેચમાં 311 રન બનાવ્યા છે. રોહિત શર્માની એવરેજ 62.20 રહી છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા પછી પાકિસ્તાનનો વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન ત્રીજા સ્થાને છે. મોહમ્મદ રિઝવાને 4 મેચમાં 98ની એવરેજથી 294 રન બનાવ્યા છે.
વર્લ્ડકપ 203માં વિરાટ કોહલીનું અત્યાર સુધીનું પ્રદર્શન
વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે 116 બોલમાં 85 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ પછી તે અફઘાનિસ્તાન સામે 56 બોલમાં 55 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. જો કે પાકિસ્તાન સામે વિરાટ કોહલી વહેલો પેવેલિયન પરત ફર્યો હતો. વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે 18 બોલમાં 16 રન બનાવ્યા હતા. પરંતુ આ પછી તેણે બાંગ્લાદેશ સામે શાનદાર વાપસી કરી હતી. વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે 97 બોલમાં અણનમ 103 રન બનાવ્યા હતા. તે જ સમયે, હવે ન્યૂઝીલેન્ડ સામે વિરાટ કોહલીએ 104 બોલમાં 95 રનની ઇનિંગ રમી હતી. આ રીતે વિરાટ કોહલીએ 5 મેચમાં 118.00ની એવરેજથી 354 રન બનાવ્યા છે.