• વર્લ્ડકપ 2023ની 21મી મેચમા ભારતે ન્યુઝીલેન્ડને હરાવ્યું
  • 20 વર્ષ બાદ ICC ટૂર્નામેન્ટમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવ્યું
  • વિરાટ કોહલીએ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ્ હાંસલ કરી

આજે ભારત અને ન્યઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ભારતની 4 વિકેટે જીત થઇ હતી. આ સાથે 20 વર્ષ બાદ ICC ટૂર્નામેન્ટમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. આ દરમિયાન વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતા 104 બોલમાં 95 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન વિરાટ કોહલીએ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ્ હાંસલ કરી છે. ICC મર્યાદિત ઓવરની ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવ્યા છે. કોહલીએ 3,000 રનનો આંકડો પાર કર્યો છે, જે બાદ તેણે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલને પાછળ છોડી દીધો છે. ગેલે આઈસીસી લિમિટેડ ઓવરની ટૂર્નામેન્ટમાં 2942 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ સામે ધર્મશાળામાં રમાઈ રહેલી મેચમાં કિંગ કોહલીએ આ ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

વર્લ્ડકપ 2023માં કોહલીનું પ્રદર્શન

આ પહેલા 2023 ODI વર્લ્ડકપમાં બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં કોહલીએ રનનો પીછો કરતા સદી ફટકારીને ભારત માટે મેચ જીતી હતી. તેણે 97 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 103 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેણે 85 રન બનાવ્યા હતા અને અફઘાનિસ્તાન સામે તેણે અણનમ 55 રન બનાવ્યા હતા. આજે ન્યુઝીલેન્ડ સામે રનનો પીછો કરતી વખતે તે સદી ચૂકી ગયો હતો અને તેણે 104 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 95 રન બનાવ્યા હતા.

વનડેમાં 150 કેચ પૂરા કર્યા

ન્યુઝીલેન્ડ સામેની મેચમાં કોહલીએ માર્ક ચેમ્પમેન અને ડેરીલ મિશેલનો કેચ પકડ્યો હતો. આ કેચ દ્વારા, તેણે તેની ODI કારકિર્દીમાં 150 કેચ પૂરા કર્યા. કોહલી 50 ઓવરના ફોર્મેટમાં સૌથી વધુ કેચ લેનારો ચોથો ખેલાડી છે.

વિરાટ કોહલીનું પ્રદર્શન

વિરાટ કોહલીએ 2008માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યું કર્યું હતું. કોહલીએ અત્યાર સુધી 111 ટેસ્ટ, 285 ODI અને 115 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. કોહલીએ 187 ટેસ્ટ ઇનિંગ્સમાં તેણે 49.29ની એવરેજથી 8,676 રન બનાવ્યા છે, જેમાં 29 સદી અને 29 ફિફ્ટી સામેલ છે. આ સિવાય ODIની 273 ઇનિંગ્સમાં તેણે 58ની એવરેજથી 13,342 રન બનાવ્યા છે, જેમાં 48 સદી અને 68 ફિફટી ફટકારી છે. જ્યારે T20 ઈન્ટરનેશનલમાં ભારતીય બેટ્સમેને 52.73ની એવરેજ અને 137.96ની સ્ટ્રાઈક રેટથી 4008 રન બનાવ્યા છે, જેમાં તેણે 1 સદી અને 37 ફિફટી ફટકારી છે.


  • Follow us on: