- T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 2 જૂનથી થશે
- આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમ અમેરિકા પહોંચી
- ટૂર્નામેન્ટ રોહિત શર્મા પાસે ઈતિહાસ રચવાની તક
T20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ટીમ અમેરિકા પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા અમેરિકામાં સતત પ્રેક્ટિસ કરી રહી છે. BCCIએ તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યા છે. વર્લ્ડકપ 2 જૂનથી શરૂ થશે. ભારતીય ટીમ 5 જૂનથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ દિવસે રોહિત શર્મા અને કંપની આયર્લેન્ડ સાથે ટકરાશે. આ પછી મેન ઇન બ્લુનો મુકાબલો 9 જૂને પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે થશે.
રોહિત પાસે ઈતિહાસ રચવાની તક
T20 વર્લ્ડકપ 2024ની પહેલી જ મેચમાં રોહિત શર્મા પાસે ઈતિહાસ રચવાની તક છે. રોહિત શર્માએ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 472 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે 498 ઇનિંગ્સમાં 43.36ની એવરેજ અને 86.59ની સ્ટ્રાઇક રેટથી 18820 રન બનાવ્યા છે. રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન છે. તેણે ટેસ્ટ, ODI અને T20 ઈન્ટરનેશનલમાં અત્યાર સુધીમાં 597 સિક્સર ફટકારી છે. જો રોહિત આયર્લેન્ડ સામે 3 સિક્સર ફટકારે છે તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 સિક્સર મારનાર પ્રથમ બેટ્સમેન બની જશે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર
- રોહિત શર્મા: 597 સિક્સર
- ક્રિસ ગેલ: 553 સિક્સર
- શાહિદ આફ્રિદીઃ 476 સિક્સર
- બ્રેન્ડન મેક્કુલમ : 398 સિક્સર
- માર્ટિન ગુપ્ટિલ: 383 સિક્સર
T20Iમાં 190 સિક્સર ફટકારી
રોહિત શર્મા T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન પણ છે. તેણે અત્યાર સુધી રમાયેલી 151 મેચોની 143 ઇનિંગ્સમાં 31.79ની એવરેજ અને 139.97ની સ્ટ્રાઇક રેટથી 3974 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 190 સિક્સર પણ ફટકારી છે. જો રોહિત શર્મા T20 વર્લ્ડકપ 2024માં 10 સિક્સર ફટકારે તો તે T20 ઈન્ટરનેશનલમાં 200 સિક્સર મારનાર પ્રથમ બેટ્સમેન બની જશે.
T20Iમાં સૌથી વધુ સિક્સર
- રોહિત શર્મા: 190 સિક્સર
- માર્ટિન ગુપ્ટિલ: 173 સિક્સર
- પોલ સ્ટર્લિંગ: 128 સિક્સર
- ગ્લેન મેક્સવેલ: 127 સિક્સર
- જોસ બટલર: 127 સિક્સર