• ભારતીય ટીમનો શ્રીલંકા પ્રવાસ 27મી જુલાઈથી શરૂ થશે
  • ટીમ ઈન્ડિયાની ટુંક સમયમાં થઇ શકે છે જાહેરાત
  • ઝિમ્બાબ્વેમાં ટોપ સ્કોરર ગિલનું કપાઇ શકે છે પત્તુ

શ્રીલંકા પ્રવાસનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ પ્રવાસ 27મી જુલાઈથી શરૂ થશે. ભારતીય ટીમના શ્રીલંકા પ્રવાસની શરૂઆત 3 મેચની T20 સિરીઝથી થવાની છે. હવે દેખીતી રીતે જ પ્રથમ સિલેક્શન પણ T20 ટીમની જ હશે. શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત અંગે હાલમાં કોઈ સત્તાવાર માહિતી નથી, પરંતુ આશા છે કે ખેલાડીઓના નામ હવે ગમે ત્યારે જાહેર થઈ શકે છે.

શુભમન ગિલ થઇ શકે છે બહાર

માનવામાં આવે છે કે ઝિમ્બાબ્વે પ્રવાસ પર રમાયેલી T20 સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન શુભમન ગિલને શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવી શકે છે. શ્રીલંકા સામેની ટી-20 સિરીઝ માટે 15 ખેલાડીઓના નામની જાહેરાત થઈ શકે છે.

ગિલને કેમ નહીં મળે જગ્યા?

શ્રીલંકા સામેની ટી-20 સિરીઝcex શુભમન ગિલને ટીમમાં જગ્યા કેમ નથી મળી રહી? શુભમન ગિલે ઝિમ્બાબ્વે પ્રવાસ પર તેની કપ્તાની હેઠળ ભારતે T20 સિરીઝ જીતી હતી. તે આ પ્રવાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે 5 મેચની 5 ઇનિંગ્સમાં 170 રન બનાવ્યા છે. જો આપણે તેની અને સિરીઝમાં બીજા સૌથી વધુ રન બનાવનાર વચ્ચે જોઈએ તો 29 રનનો તફાવત જોવા મળશે

ગિલના બેટમાંથી આવ્યા રન

ગિલનો સ્ટ્રાઈક રેટ ઓછો છે, જેને ટી20 ક્રિકેટમાં સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે. ગિલે ઝિમ્બાબ્વે પ્રવાસમાં સૌથી વધુ 170 રન બનાવ્યા હતા. આ દરમિયાન તે પોતાની સ્ટ્રાઈક રેટનું ધ્યાન રાખવાનું ભૂલી ગયો હતો. ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝમાં તેનો સ્ટ્રાઈક રેટ માત્ર 125.92 હતો, જે અન્ય ભારતીય બેટ્સમેનો કરતા ઓછો છે.

ગિલ કેમ બહાર થવો જોઈએ?

ગિલની સ્ટ્રાઈક રેટ સંબંધિત સમસ્યા માત્ર ઝિમ્બાબ્વે સિરીઝમાં જ દેખાઈ ન હતી. ગિલની હાલત અગાઉ પણ આવી જ હતી. જો આપણે 2023થી અત્યાર સુધીમાં T20I માં ઓછામાં ઓછા 200 રન બનાવનારા બેટ્સમેનોમાં ગિલના સ્ટ્રાઈક રેટ પર નજર કરીએ, તો 19 ઇનિંગ્સમાં 238 રન બનાવ્યા છે. વિશ્વ ક્રિકેટમાં આ સમયગાળા દરમિયાન ફક્ત 3 બેટ્સમેન એવા છે જેમની સ્ટ્રાઈક રેટ ગિલ કરતા ઓછી છે અને તેમાંથી એક બાબર આઝમ છે.

શું ગિલને શ્રીલંકાનો પ્રવાસ કરવાની તક મળશે?

શ્રીલંકાના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ હાર્દિક પંડ્યા પાસે જ રહેશે. બાકીના 14 ખેલાડીઓમાં કેપ્ટનની જેમ સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહની વાપસી થઈ શકે છે. આ તમામ ખેલાડીઓ ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનો ભાગ ન હતા.

આ ઉપરાંત ઝિમ્બાબ્વેમાં સદી ફટકારનાર અભિષેક શર્મા, સિરીઝમાં બીજા નંબરના ટોપ સ્કોરર રહેલા યશસ્વી જયસ્વાલ, વિકેટકીપર તરીકે સંજુ સેમસન અને ધ્રુવ જુરેલ, રિંકુ સિંહ, શિવમ દુબે રવિ બિશ્નોઈ અને વોશિંગ્ટન સુંદર જેવા નામ સામેલ છે.

T20 સિરીઝ માટે સંભવિત ટીમ ઈન્ડિયા

હાર્દિક પંડ્યા (C), સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, ધ્રુવ જુરેલ, રિંકુ સિંહ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, નીતિશ કુમાર રેડ્ડી.

  • Follow us on: