• ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરિઝ
  • ડ્વેન કોનવે ઈજાના કારણે પ્રથમ ટેસ્ટમાંથી બહાર
  • કોનવેની જગ્યાએ હેનરી નિકોલ્સનો સમાવેશ

ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 29 ફેબ્રુઆરીથી ટેસ્ટ સીરીઝ શરૂ થવા જઈ રહી છે. હવે સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચને લઈને ન્યૂઝીલેન્ડ ટીમનું ટેન્શન વધવા લાગ્યું છે. ઈજાના કારણે ઝીલેન્ડ ટીમના ઓપનિંગ બેટ્સમેન ડ્વેન કોનવે પ્રથમ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. જે T20 સિરીઝની છેલ્લી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે કોનવેને પ્રથમ ટેસ્ટ મેચમાંથી બહાર થવું પડ્યું હતું. જો આ ઈજા ગંભીર હશે તો IPL 2024માં CSKની ટીમ માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે.

કોનવેની જગ્યાએ નિકોલ્સનો સમાવેશ

પ્રથમ ટેસ્ટમાં કોનવેની ગેરહાજરી ન્યુઝીલેન્ડની ટીમ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. કોનવેને T20 સીરિઝ દરમિયાન અંગૂઠામાં ઈજા થઈ હતી. હવે હેનરી નિકોલ્સને પ્રથમ ટેસ્ટ માટે ન્યૂઝીલેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જોકે ડ્વેન કોનવેની ગેરહાજરીમાં વિલ યંગ ન્યૂઝીલેન્ડ માટે ઓપનિંગ કરી શકે છે.

ડ્વેન કોનવે ઈજાના કારણે પ્રથમ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયા બાદ ન્યૂઝીલેન્ડ ટીમના કોચ ગેરી સ્ટેડે કહ્યું કે ડ્વેન કોનવેનું પ્રથમ ટેસ્ટ મેચમાંથી બહાર થવું ખૂબ જ નિરાશાજનક છે. કોનવે આ સીરિઝની ખૂબ રાહ જોઈ રહ્યો હતો. તે અમારા ટોચના ખેલાડીઓમાંથી એક છે અને ટીમમાં ચોક્કસપણે તેની ખોટ અનુભવાશે.

ડ્વેન કોનવેને અંગૂઠામાં ઈજા

હકીકતમાં, હાલમાં જ ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની T20 સીરિઝ રમાઈ હતી. જે ઓસ્ટ્રેલિયાએ 3-0થી જીત્યું હતું. આ સીરિઝની બીજી T20 મેચ દરમિયાન કોનવેને અંગૂઠામાં ઈજા થઈ હતી. જે બાદ કોનવે આ મેચમાં બેટિંગ કરવા પણ આવ્યો ન હતો. આ પછી કોનવેને સીરિઝની ત્રીજી T20 મેચમાંથી પણ બહાર થવું પડ્યું હતું. હવે પ્રથમ ટેસ્ટ મેચમાંથી બહાર થયા બાદ કોનવેની ઈજા ક્યારે ઠીક થશે અને તે મેદાનમાં પરત ફરશે તેની કોઈ માહિતી સામે આવી નથી. હાલમાં, કોનવેને એક અઠવાડિયા સુધી સારવાર લેવી પડશે. જે બાદ જાણી શકાશે કે ખેલાડી ક્યારે વાપસી કરશે. સીરિઝની બીજી ટેસ્ટ મેચ 8 માર્ચથી ક્રાઈસ્ટચર્ચમાં શરૂ થશે.

  • Follow us on: