ઓસ્ટ્રેલિયાના આ સ્ફોટક ખેલાડીએ ફેબ્રુઆરી 2025માં નિવૃત્તિ લઈને ક્રિકેટ જગત અને તેના ચાહકોને ચોંકાવી દીધા હતા. શાનદાર ફોર્મમાં હોવા છતાં ખેલાડીની અચાનક નિવૃત્તિથી ક્રિકેટ જગતમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. એવામાં હવે આ ખેલાડીએ પોતાનું ડેબ્યૂ કરીને સૌથી વધુ છગ્ગા ફટકારીને તરખાટ મચાવ્યો છે.
મેજર લીગ ક્રિકેટમાં કર્યું ધમાકેદાર ડેબ્યૂ
ફેબ્રુઆરી 2025માં ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ MLC 2025માં ધમાકેદાર વાપસી કરીને બધાને વિચારતા કરી મૂક્યા છે. આ શાનદાર ખેલાડી અન્ય કોઈ નહીં પણ માર્કસ સ્ટોઇનિસ છે, જે હાલ મેજર લીગ ક્રિકેટમાં શાનદાર બેટિંગ કરી રહ્યો છે. સ્ટોઇનિસે MLC 2025માં ટેક્સાસ સુપર કિંગ્સ માટે તેની ડેબ્યૂ મેચ ખુબજ ઝડપી રીતે રમી હતી. શાનદાર ઇનિંગ્સ રમીને, તે તેની ટીમનો બીજો ટોપ સ્કોરર પણ બન્યો હતો. તે તેની ટીમ માટે સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી બન્યો હતો.
ફેબ્રુઆરી 2025 માં ODI માંથી નિવૃત્તિ લીધી
ઓસ્ટ્રેલિયાના આ સ્ફોટક ખેલાડીએ ફેબ્રુઆરી 2025માં નિવૃત્તિ જાહેર કરી હતી. માર્કસ સ્ટોઇનિસ ઓસ્ટ્રેલિયાની T20 રમતનો સૌથી ઘાતક બેટ્સમેન છે. તેની હાજરી માત્ર સામે પક્ષે દબાવ લાવવા માટે સક્ષમ છે. માર્કસ સ્ટોઇનિસે મેજર લીગ ક્રિકેટ 2025 માં સિએટલ ઓર્કાસ સામે ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં ટેક્સાસ ટીમે પહેલા બેટિંગ કરી હતી, જેના માટે સ્ટોઇનિસ રમી રહ્યો હતો. ટીમની શરૂઆત સારી નહોતી, પરંતુ તે પછી ત્રીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી પણ થઈ હતી.
ટીમ માટે સૌથી વધુ છગ્ગા ફટકાર્યા
માર્કસ સ્ટોઇનિસે મેદાન પર આવતાની સાથેજ પોતાની ધમાકેદાર બેટિંગ ચાલુ કરી હતી. માર્કસ સ્ટોઇનિસે આવતાની સાથે જ સિએટલના બોલરો પર હુમલો કરવાનું ચાલુ કરી દીધું હતું. આવતાની સાથેજ ટેની બેટિંગમાં એક આક્રમક વલણ દેખાતું હતું. તેણે 233.33 ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી અને માત્ર 12 બોલમાં 28 રન બનાવ્યા. માર્કસ સ્ટોઇનિસની ઇનિંગમાં 4 છગ્ગાનો સમાવેશ થાય છે, જે ઇનિંગ દરમિયાન ટેક્સાસના અન્ય કોઈપણ બેટ્સમેન દ્વારા સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ હતો.