6 ઓગસ્ટ શનિવારની સવાર વિશ્વના તમામ ક્રિકેટ પ્રેમીઓ માટે એક દુઃખદ સમાચાર લઈને આવી છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને કોચ બોબ સિમ્પસનનું 89 વર્ષની વયે અવસાન થતાં વિશ્વ ક્રિકેટ જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
બોબ સિમ્પસનની શાનદાર કારકિર્દી
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ તરફથી રમીને શાનદાર પ્રદર્શન કરવા બદલ ટીમ ઓસ્ટ્રેલીયા સદાય માટે આ મહાન ખેલાડીની ઋણી રહેશે. પોતાની ધમાકેદાર રમત અને શાનદાર કેપ્ટન્સીના લીધે આ મહાન ક્રિકેટર હમેશા માટે ચાહકોના દિલમાં ધબકતા રહેશે. બોબ સિમ્પસને ઓસ્ટ્રેલિયા માટે 4869 રન બનાવ્યા હતા, જેમાં 10 સદી અને 27 અડધી સદીનો સમાવેશ થાય છે. સિમ્પસને 1964માં માન્ચેસ્ટર ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે 311 રનની ઇનિંગ રમી હતી.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટને મુશ્કેલ સમયમાંથી બહાર કાઢ્યું
ભૂતપૂર્વ કેપ્ટન બોબ સિમ્પસન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ માટે ખેલાડી, કેપ્ટન અને કોચ તરીકે ત્રણેય પદ પર ખૂબ સફળ રહ્યા હતા. કેપ્ટન બોબ સિમ્પસનને જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમની બાગડોર આપવામાં આવી ત્યારે ટીમ ખુબજ કફોડી અવસ્થામાં હતી. બોબ સિમ્પસને ટીમની જવાદારી લેતાની સાથેજ ટીમનું પ્રદર્શન ખરા અર્થમાં સુધારવા લાગ્યું હતું. સિમ્પસનની ગણતરી એવા ક્રિકેટરોમાં થતી હતી જેમણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટને મુશ્કેલ સમયમાંથી બહાર કાઢ્યું અને તેને વિશ્વ કક્ષાની ટીમ બનાવી.
બોબ સિમ્પસનો ક્રિકેટ રેકોર્ડ
બોબ સિમ્પસનનો ક્રિકેટ રેકોર્ડ શાનદાર રીતે ક્રિકેટ જગતના ચોપડે ચમકી રહ્યો છે. બોબ સિમ્પસને ઓસ્ટ્રેલિયા માટે 62 ટેસ્ટ મેચમાં 46.81 ની સરેરાશથી 4869 રન બનાવ્યા હતા જે દરમિયાન તેમણે શાનદાર 10 સદી અને 27 અડધી સદી પણ ફટકારી હતી. સિમ્પસને 1964માં માન્ચેસ્ટર ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામેની મેચમાં વિશ્વ રેકોર્ડ બનાવી નાખ્યો હતો . આ મેચમાં સિમ્પસને ઇંગ્લેન્ડ સામે 311 રનની ઇનિંગ રમી હતી. આ એશિઝ ઇતિહાસની શ્રેષ્ઠ ઇનિંગમાંની એક માનવામાં આવે છે.













